Verani Vaat Vayre Lyrics in Gujarati

Verani Vaat Vayre - Kajal Upadhyay
Singer : Kajal Upadhyay
Lyrics : Chandu Rawal , Music : Ravi Rahul
Label : Hiral Digital
 
Verani Vaat Vayre Lyrics in Gujarati
| વેરાણી વાત વાયરે રે લિરિક્સ ગુજરાતીમાં |
 
હે મારે રોમ રૂઠ્યો ને વખો આયો વેરાણી વાત વાયરે રે
હે મારે જુદા પડવાનો વારો આયો વેરાણી વાત વાયરે રે
હે સુખનું ચોઘડિયું દુઃખમાં બદલાયું
મારૂં રે જીવતર એણે રખડાયું
હો પ્રેમ કરી રોવાનો વારો આયો વેરાણી વાત વાયરે રે
હે મારે રોમ રૂઠ્યો ને વખો આયો વેરાણી વાત વાયરે રે

હો અચાનક ચમ મારે આવું રે થઇ જ્યું
પ્રેમ ભરેલું મારૂં દલડું તુટી જ્યું
હો મારૂં નસીબ ઘડી વારમા ફરી જ્યું
કરમનું કમાડ મારૂં વખાય જ્યું
હો વિયોગી વેળા હવે ચમ કરી જાશે
એના વગર ચમ કરીને રેવાશે
હે હવે કોને કેવું ને ચો રેવું  વેરાણી વાત વાયરે રે
હે મારે રોમ રૂઠ્યો ને વખો આયો વેરાણી વાત વાયરે રે

હો પ્રેમનો ખીલેલો મારો બાગ ઉજળી ગયો
હું હતી હાજ તોય જુઠી મને કઈ ગયો
હો બોલેલા બોલ એતો બોલીને ફરી ગયો
મને લાગે એને સાથ બીજો મળી ગયો
હો હશે પ્રેમ હાચો મારો જીત મારી થાશે
આજ નઈ કાલ એ વળી પાછો આવશે
હે આજ જુદા ને કાલે ભેળા થાસુ વેરાણી વાત વાયરે રે
હે મારે રોમ રૂઠ્યો ને વખો આયો વેરાણી વાત વાયરે રે
હો પ્રેમ કરી રોવાનો વારો આયો વેરાણી વાત વાયરે રે
હે મારે જુદા પડવાનો વારો આયો વેરાણી વાત વાયરે રે
 
Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »