Chand Kya Thi Nikalyo Lyrics in Gujarati

Chand Kya Thi Nikalyo - Dhaval Barot
Singer : Dhaval Barot , Music : Mayur Nadiya
Lyrics : Manu Rabari , Label : Zee Music Gujarati
 
Chand Kya Thi Nikalyo Lyrics in Gujarati
| ચાંદ ક્યાંથી નીકળીયો લિરિક્સ ગુગુજરાતીમાં |
 
હે બપોરનો ચાંદ ચ્યોંથી નેકળો
હે બપોરનો ચાંદ ચ્યોંથી નેકળો બજારમો
હે નોખી રે પડે છે એ લાખો રે હજારમો
હે મુખ જોઈને લાગે માયા કંચન જેવી એની કાયા
મુખ જોઈને લાગે માયા કંચન જેવી એની કાયા
વસી ગયો જોતા ચાંદ મારી રે નજરમા
અરે પરીયો વાળો ચાંદ ચ્યોંથી નેકળો બજારમો

હે ગોરા ગોર ગાલ હોઠ ગુલાબની પાંખડી
નમણી નમણી લાગે એની કાજળ વાળી ઓખડી
એ ગોરા ગોર ગાલ હોઠ ગુલાબની પાંખડી
નમણી નમણી લાગે એની કાજળ વાળી ઓખડી
એ બોલે તો એ ફૂલડાં જરે ઘાયલ હઉના દલડાં કરે
બોલે તો એ ફૂલડાં જરે ઘાયલ હઉના દલડાં કરે
આખો દાડો આયા કરે મારા રે વિચારમા
એ બપોરનો ચાંદ ચ્યોંથી નેકળો બજારમો

એ મીઠી મીઠી બોલી જાણે ટહુકે કોયલડી
લાગે લજામણીનો છોડ રે પાતલડી
એ મીઠી મીઠી બોલી જાણે ટહુકે કોયલડી
લાગે લજામણીનો છોડ રે પાતલડી
એ ગાલે ખાડો જબરો લાગે
હસી એની દિલમાં વાગે
ગાલે ખાડો જબરો લાગે
હસી એની દિલમાં વાગે
જોઈ એને પીગળી ગયો હું તો રે પળવારમાં
એ બપોરનો ચાંદ ચ્યોંથી નેકળો બજારમો

એ લચક મચક ચાલ એની કેડે કંદોરો
ઉથલ પાથલ કરી ગઈ જીવડો અમારો
અરે રે લચક મચક ચાલ એની કેડે કંદોરો
ઉથલ પાથલ કરી ગઈ જીવડો અમારો 
વાળ લોબા કાળા કાળા
ચિત્તડે ચોંટ્યા ચેન ચાળા
વાળ લોબા કાળા કાળા
ચિત્તડે ચોંટ્યા ચેન ચાળા
જોઈ એને જોતા હું પડી ગયો પ્યારમા
એ પરીયો વાળો ચાંદ ચ્યોંથી નેકળો બજારમો
એ બપોરનો ચાંદ ચ્યોંથી નેકળો બજારમો 


Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »