Bhitar No Bheru Maro Lyrics

Bhitar No Bheru Maro - Praful Dave
Singer & Music:- Praful Dave
Lyrics:- Traditional
Lable :- Shivam Cassette
 
Bhitar No Bheru Maro Lyrics in Gujarati
| ભીતરનો ભેરૂ લિરિક્સ ગુજરાતીમાં |
 
ભીતરનો ભેરૂ મારો આતમો ખોવાયો રે
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે
હે વાટે વિસામો લેતા જોયો હોય તો કેજો
જોયો હોય તો કેજો

ભીતરનો ભેરૂ મારો આતમો ખોવાયો રે
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે
હે વાટે વિસામો લેતા જોયો હોય તો કેજો
જોયો હોય તો કેજો

એના રે વિના મારી કાયા છે પાંગળી
અને આંખ છતાંયે મારી આખ્યું છે આંધળી
એના રે વિના રે મારી કાયા છે પાંગળી
અને આંખ છતાંયે મારી આખ્યું છે આંધળી

મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
હે સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કેજો
જોયો હોય તો કેજો

ભીતરનો ભેરૂ મારો આતમો ખોવાયો રે
મારગનો ચીંધનારો ભોમિયો રિસાયો  રે
હે વાટે વિસામો લેતા જોયો હોય તો કેજો
જોયો હોય તો કેજો

તનડું રુધાણું મારૂં મનડું મુંજાણું
અને તાર તૂટ્યો ને અધવચ ભજન નંદવાણું
તનડું રુધાણું મારૂં રે મનડું મુંજાણું
અને તાર રે તૂટ્યો ને અધવચ ભજન નંદવાણું

કપરી આંધીમાં મારો દીવડો ઝંખવાયો રે
કપરી આંધીમાં મારો દીવડો ઝંખવાયો રે
હે આછો રે સળગતો કોઈએ જોયો હોય તો કેજયો
જોયો હોય તો કેજયો

ભીતરનો ભેરૂ મારો આતમો ખોવાયો રે
મારગનો ચીંધનારો ભોમિયો રિસાયો  રે
હે વાટે વિસામો લેતા જોયો હોય તો કેજો
જોયો હોય તો કેજો
જોયો હોય તો કેજો
જોયો હોય તો કેજો   

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »