Pardesh Ni Vate Lyrics in Gujarati

Pardesh Ni Vate - Kamlesh Chhatraliya
Singer - Kamlesh Chhatraliya
Music - Tejesh - Dhaval
Lyrics - Satish Dalvadi
Label - DK FILMS
 
Pardesh Ni Vate Lyrics in Gujarati
| પરદેશ ની વાટે લિરિક્સ ગુજરાતીમાં |
 
એ જાવુ મારે પરદેશની વાટે વાટે
જાવુ મારે પરદેશની વાટે
તારા પ્રેમની કાજે
ભરોસો મારા પ્રેમનો રાખજે

હે રઇ ગઈ મારા પ્રેમની રે વાતો
મારા દિલમાં રેહ યાદો
ભરોસો મારા પ્રેમનો રાખજે

હો યાદો તમારી અમે જોડે લઇને જાશુ
દિલ તમારૂ ચોય હાચવીને રાખશુ
હે મને તારી યાદનો સહારો
વિશ્વાસ રાખ મારો
ભરોસો મારા પ્રેમનો રાખજે
અરે રે ભરોહો મારા પ્રેમનો રાખજે

હો તારી જોડે વિતાવેલી પલો યાદ રાખજે
મારા હંભારણા ને હાચવીને રાખજે
હો ...દિલના દર્દને દબાવીને રાખજે
યાદ આવે તો છોનું છોનું રોઈ લેજે
હો પ્રેમની કશોટી જાનુ અમે કરી લેશુ
વેદના અમારી જાનુ કોઈને ના કેશુ
હે કરવી હતી લાખો દિલની વાતો
અધૂરી મુલાકાતો
ભરોસો મારા પ્રેમનો રાખજે
અરે રે ભરોહો મારા પ્રેમનો રાખજે

ઓ રડી રે લેજે થોડું વિયોગના વાયરે
મારી પણ રાતો રડી રડી ને જાય છે
ઓ ગોરાંદે મારી
વાટ મારી જોજે અમે જટ પાછા આવશુ
તારા માટે ખુશીયો અમે હોરીને લાવશુ
હો જુદાઈની વેળા આમ પલમાં વીતી જાશે
અધૂરા મિલનની શરણાયું રે વાગશે
તારી મારી થાશે ના જુદાઈ
કસમો મને તારી
ભરોહો મારા પ્રેમનો રાખજે
અરે રે ભરોહો મારા પ્રેમનો રાખજે
અરે રે ભરોહો મારા પ્રેમનો રાખજે
અરે હા ભરોહો મારા પ્રેમનો રાખજે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »