Maniyaro Lyrics in Gujarati

Maniyaro - Vijay Suvada
Singer : Vijay suvada , Music : Mayur Nadiya
Lyrics : Manoj Prajapati , Label : Vijay Suvada Official

Maniyaro Lyrics in Gujarati
(મણિયારો લિરિક્સ ગુજરાતીમાં)
 
હો રાધા મનાવે ના જાવો મારા શ્યામ
હો રાધા મનાવે ના જાવો મારા શ્યામ
હો શ્યામ વિના સુના અમારા નામ
હો સુનુ સુનુ લાગશે અમને ગોકુળિયું ને સુનુ લાગે વનરાવન
છોડીને ના જાવ અમને શામળિયા કહે છે રાધાનું મન
કહે છે રાધાનું મન

એ...હે...હે...ક્રિષ્ન ભગવાન હાલ્યા
એ...હે...હે...ક્રિષ્ન ભગવાન હાલ્યા
દ્વારિકા ને કાંઈ લીધો રે મણિયારા વાળો વેસ
કે હોવે...હોવે...હે...લીધો મણિયારા વાળો વેસ
કે હું તો તને વારી જાવું રે મણિયારા
કે હું તો તને વારી જાવું રે મણિયારા

હો પ્રીત બાંધી તો કાના તમે નિભાવજો
ગોકુળની શેરિયોમાં મળવાને
હો ઢોલના ધબકારે રાસ તો રસાય છે
વાંસળીના સુર વિના મનડું રે મુંજાય છે
હો યાદ આવશે અમને મીઠી મુલાકાતો
નહીં ભુલાય વાતો
હાથમા મારા હાથ છે તમારો પ્રેમ મારો છે સાચો
પ્રેમ મારો છે સાચો

એ...હે...હે...ક્રિષ્ન ભગવાન હાલ્યા
એ...હે...હે...ક્રિષ્ન ભગવાન હાલ્યા
દ્વારિકા ને કાંઈ લીધો રે મણિયારા વાળો વેસ
કે હોવે...હોવે...હે...લીધો મણિયારા વાળો વેસ
કે હું તો તને વારી જાવું રે મણિયારા
કે હું તો તને વારી જાવું રે મણિયારા

હો તન મન ને હૈયું તમને દીધું છે
બદલામાં વિરહનું દર્દ રે લીધું છે
હો યાદ આવશે તમારી દિવસને રાતો
કરશું કોને જઈ દિલની રે વાતો
હો હસતા મુખડે જાજો મારા વાલા
આંખમાં આંશુ આવે નઈ
યાદ કરશે આખી દુનિયા કે પ્રેમમાં રાધા દીવાની થઇ
રાધા દીવાની થઇ

એ...હે...હે...ક્રિષ્ન ભગવાન હાલ્યા
એ...હે...હે...ક્રિષ્ન ભગવાન હાલ્યા
દ્વારિકા ને કાંઈ લીધો રે મણિયારા વાળો વેસ
કે હોવે...હોવે...હે...લીધો મણિયારા વાળો વેસ
કે હું તો તને વારી જાવું રે મણિયારા
કે હું તો તને વારી જાવું રે મણિયારા
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »