Ghor Andhari Re Rataldi Maa Nisarya Char Aswar Lyrics in Gujarati

Ghor Andhari Re Rataldi Maa Nisarya Char Aswar
Singer - Suresh Raval , Lyricist - Traditional
Music - Pankaj Bhatt , Label - Studio Sangeeta 
 
Ghor Andhari Re Rataldi Maa Nisarya Char Aswar Lyrics in Gujarati
(ઘોર અંધારી રાતલડીમાં નીચર્યા ચાર અસવાર લિરિક્સ ગુજરાતીમાં)
 
ઘોર અંધારી રે  રાતલડીમાં નીચર્યા ચાર અસવાર
ઘોર અંધારી રે  રાતલડીમાં નીચર્યા ચાર અસવાર

લીલે  ઘોડે   રે  કોણ  ચડે  માં રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચડ્યાં માં સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું  માં અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું  તમે રમજો  સારી રાત
ઘોર અંધારી રે  રાતલડીમાં નીચર્યા ચાર અસવાર

કાળે  ઘોડે   રે   કોણ  ચડે  માં કાળકાનો અસવાર
કાળકા માવડી રે રણે ચડ્યાં માં સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું   માં અધમણની  કુલેર
રમજો રમજો રે   ગોરણિયું  તમે  રમજો સારી રાત
ઘોર અંધારી રે  રાતલડીમાં નીચર્યા ચાર અસવાર

ધોળે  ઘોડે   રે  કોણ  ચડે  માં બહુચરનો અસવાર
બહુચર માવડી રે રણે ચડ્યાં માં સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું   માં અધમણની  કુલેર
રમજો રમજો રે   ગોરણિયું  તમે રમજો  સારી રાત
ઘોર અંધારી રે  રાતલડીમાં નીચર્યા ચાર અસવાર

રાતે  ઘોડે   રે  કોણ  ચડે  માં હિંગજ નો  અસવાર
હિંગજ માવડી રે રણે ચડ્યાં માં સોળ સજી શણગાર
સવા  મણનું  રે  સુખલડું  માં અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું  તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીચર્યા ચાર અસવાર
ઘોર અંધારી રે  રાતલડીમાં નીચર્યા ચાર અસવાર
 
Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »