Ramapir Na Norata Aaya Lyrics in Gujarati

Ramapir Na Norata Aaya - Suresh Zala
Singer & Lyrics : Suresh Zala
Music : Hardik & Bhupat , Label: Bapji Studio
 
Ramapir Na Norata Aaya  Lyrics in Gujarati
(રામાપીર ના નોરતા આયા લિરિક્સ ગુજરાતીમાં)
 
અલ્યા લીલા ઘોડા વાળા તમે પોકરણ થી આવો
હો નેજા ધારી રોમાપીર તમે રણુજા થી આયો
બેની સગુણા ના વારે તમે વેલા વેલા આવો

અરે.. હે…હે
લીલા નેજા લીલા ઘોડા રોમાપીર ના આયા
લીલા નેજા પીળા નેજા રોમાપીર ના આયા
અહાડી બીજ ના દાડા રોમાપીરના નોરતા આયા
હે અષાઢી બીજ દાડા રોમાપીરના નોરતા આયા

એ..લીલા ઘોડા લીલા નેજા રોમાપીર ના આયા
લીલા ઘોડા લીલા નેજા રોમાપીર ના આયા
અહાડી બીજ ના દાડા રોમાપીરના નોરતા આયા
હે અષાઢી બીજ ના દાડા રોમાપીરના નોરતા આયા

એ..હે પેલો પેલો પરચો પરચો પરચો
પેલો પેલો પરચો રાજા અજમલજી ને આલ્યો
પેલો પેલો પરચો રાજા અજમલજી ને આલ્યો
કુમ કુમ ના પગલાં પાડી આંગણ પાવન કીધા

બીજો બીજો પરચો માતા મીનળદે ને દીધો
બીજો બીજો પરચો માતા મીનળદે ને દીધો
ઉકળતી અલ્યા દેગ ઉતારી જગ માં જય કીધો
હે લીલા ઘોડે ભમ્મર ભાલે મારા ઓગણે આવો

અરે.. હે…હે
એ ત્રીજો ત્રીજો પરચો પેલા દરજીડા ને દીધો
ત્રીજો તે પરચો પેલા દરજીડા ને દીધો
કપડાં નો ઘોડો પીરે આકાશે ઉડાડયો

એ..ચોથો ચોથો પરચો પેલા વણજારાને દીધો
ચોથો તે પરચો પેલા વણજારાને ને દીધો
એની રે મિસરી નું લુણ પલમાં પીરે કીધું
હે લીલા ઘોડે ભમ્મર ભાલે મારા ઓગણે આયો

એ…હે પોચમો તે પરચો પરચો પરચો
એ પોચમો તે પરચો બેની સગુણલા ને દીધો
પોચમો તે પરચો બેની સગુણલા ને દીધો
હુતા રે ભાણેજ પીરે પલ માં રે જગાડયા

એ હરિ ના ચરણો માં ભાથી અરજી આજે બોલ્યા
હરિ ના ચરણો મા ભાથી અરજી આજે બોલ્યા
તમારા ચરણો મા પીર સદા અમને રાખો
એ લીલા ઘોડા વાળા તમે પોકરણ માં આવો

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »