Ghana Saval Chhe Mann Ma-2 Lyrics in Gujarati

Ghana Saval Chhe Mann Ma - 2 - Kishan Raval 
 
Ghana Saval Chhe Mann Ma - 2 Lyrics in Gujarati
(ઘણા સવાલ છે મન મા લિરિક્સ ગુજરાતીમાં)
 
રાધાને શ્યામ બે આજે મળી ગયા
હો રાધાને શ્યામ બે આજે મળી ગયા
શોધતા હતા જે જવાબ છે મળી ગયા
હો દિવસો જુદાઈના આજે વીતી ગયા
શોધતા હતા એ જવાબ છે મળી ગયા
હો દિલના રાજ બધા ખુલી ગયા
મળવાના સપના ઓ પુરા રે થયા
હો મળ્યા એ વાંકે બધું રે ભુલી ગયા
શોધતા હતા એ જવાબ છે મળી ગયા
શોધતા હતા એ જવાબ છે મળી ગયા  

હો કહીના શક્યા એ ઘણુ શરમાયા
જુવોને આજે મળવા છે આવ્યા
હો હસતા હતા પણ બોલી ના શક્યા
મનની વાતો ને હોઠે છે લાવ્યા
હો પ્રેમના સપના ઓ  જોયા હતા
મળતા હતા પણ કહેતા નતા
હો દીલનો ધબકારો જાણે ચુકી રે ગયા
શોધતા હતા એ જવાબ છે મળી ગયા
હો શોધતા હતા જે જવાબ છે મળી ગયા

હો પ્રેમ પછીની આ પહેલી મુલાકાત છે
હતા જે દૂર હવે મળ્યો એનો સાથ છે
હો દિલના સવાલો ક્યાં કોઈથી છુપાઈ છે
શોધીયે તો એના જવાબ મળી જાય છે
હો વાત હવે દિલની એ સમજી રે ગયા
જુદા રહીને પણ જુદા ના થયા
હો એકજ ઈશારે ધણુ રે કહી ગયા
શોધતા હતા એ જવાબ છે મળી ગયા
હો શોધતા હતા જે જવાબ છે મળી ગયા
હો દિલના રાજ બધા ખુલી ગયા
મળવાના સપના ઓ પુરા રે થયા
હો મળ્યા એ વાંકે બધું રે ભુલી ગયા
શોધતા હતા એ જવાબ છે મળી ગયા
www.gujaratitracks.com
હો શોધતા હતા જે જવાબ છે મળી ગયા  
હે શોધતા હતા જે જવાબ છે મળી ગયા   

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »