Bholi Re Bharvadan Lyrics in Gujarati

Bholi Re Bharvadan - Praful Dave
Singer: Praful Dave , Music : Gaurang Vyas
Lyricist: Narsinh Mehta , Label: T-Series
 
Bholi Re Bharvadan Lyrics in Gujarati
(ભોળી રે ભરવાડણ લિરિક્સ ગુજરાતીમાં)
 
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો
મટુકીમાં ઘાલી
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી

અનાથના નાથને વેચે આહીરની નારી
અનાથના નાથને વેચે આહીરની નારી
શેરીયે-શેરીયે સાદ પાડે
શેરીયે-શેરીયે સાદ પાડે
લ્યો કોઈ મોરારિ
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી

મટુકી ઉતારી માંહી મોરલી વાગી
મટુકી ઉતારી માંહી મોરલી વાગી
વ્રજનારીને મુખ જોતા
વ્રજનારીને મુખ જોતા
મૂરછા લાગી
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે
ચૌદ લોકના નાથને
ચૌદ લોકના નાથને
કાંઈ મટુકીમાં દેખે
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી
www.gujaratitracks.com

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી
દાસલડાંને લાડ લડાવે
દાસલડાંને લાડ લડાવે
 નરસૈંયાનો સ્વામી
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »