Sadguru Charno Ma Lejo Lyrics in Gujarati

Sadguru Charno Ma Lejo - Akshay Sadhu
 
Sadguru Charno Ma Lejo Lyrics in Gujarati
(સદ્દગુરૂ મારા ચરણોમાં લેજો લિરિક્સ ગુજરાતીમાં)
 
 ભટકેલા મનની બાવજી ભુલું રે સુધારજો
ભટકેલા મનની બાવજી ભુલું રે સુધારજો
સમજણના સોટા અમને દેજો સદ્દગુરૂજી મારા ચરણોમાં લેજો
હે લોજો રે લોજો ચરણોમાં લેજો

કાયાના દેવળ અમને લાગે છે કાચા
કાયાના દેવળ અમને લાગે છે કાચા
દોયલી વેળાયે દર્શન દેજો સદ્દગુરૂજી મારા ચરણોમાં લેજો
હે લોજો રે લોજો ચરણોમાં લેજો

આવન જાવનની બાવાજી ગલિયું છે વાંકી
આવન જાવનની બાવાજી ગલિયું છે વાંકી
સમજણની સુરદાતા દેજો સદ્દગુરૂજી મારા ચરણોમાં લેજો
હે લોજો રે લોજો ચરણોમાં લેજો

મરણ તિથી નવવાચી મહિમા છે મોટો
મરણ તિથીનો બાવલીયા મહિમા છે મોટો
અવસર વેળાયે આડા રેજો સદ્દગુરૂજી મારા ચરણોમાં લેજો
હે લોજો રે લોજો ચરણોમાં લેજો

કરૂણાના સ્વામી તમને દુનીયાં સૌ કે છે
કરૂણાના સ્વામી તમને દુનીયાં સૌ કે છે
બહ્મને સાંભળી ભેળે રેજો સદ્દગુરૂજી મારા ચરણોમાં લેજો
હે લોજો રે લોજો ચરણોમાં લેજો

છોડીને જાશો તો તો શોભે નહી સ્વામી
છોડીને જાશો તો તો શોભે નહી સ્વામી
નવખંડમાં લાજે તમારો નેજો સદ્દગુરૂજી મારા ચરણોમાં લેજો
હે લોજો રે લોજો ચરણોમાં લેજો

દાસ સવો કહે અમમાં સર્વે છે ખામી
દાસ સવો કહે અમમાં સર્વે છે ખામી
અવગુણ નવ જોશો અંતરજામી સદ્દગુરૂજી મારા ચરણોમાં લેજો
હે લોજો રે લોજો ચરણોમાં લેજો
ભટકેલા મનની બાવજી ભુલું રે સુધારજો
www.gujaratitracks.com
ભટકેલા મનની બાવજી ભુલું રે સુધારજો
સમજણના સોટા અમને દેજો સદ્દગુરૂજી મારા ચરણોમાં લેજો
સમજણના સોટા અમને દેજો સદ્દગુરૂજી મારા ચરણોમાં લેજો
સમજણના સોટા અમને દેજો સદ્દગુરૂજી મારા ચરણોમાં લેજો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »