Lav Hath Hathelima Naam Lakhi Dav Lyrics in Gujarati

Lav Hath Hathelima Naam Lakhi Dav - Kamlesh Chhatraliya
Singer : Kamlesh Chhatraliya , Music : Ravi-Rahul
Lyrics : Darshan Bazigar , Label : Shri Ram Audio And Telefilms
 
Lav Hath Hathelima Naam Lakhi Dav Lyrics in Gujarati
(લાવ હાથ હથેળીમાં નામ લખી દઉં લિરિક્સ ગુજરાતીમાં)
 
હો લાવ હાથ હથેળીમાં નામ લખી દઉં
હો લાવ હાથ હથેળીમાં નામ લખી દઉં
તારા હાથમાં શ્યામ લખી દઉં
હો લાવ હાથ હથેળીમાં નામ લખી દઉં
તારા હાથમાં શ્યામ લખી દઉં

હો અંતરના ઓરડે ઘરના રે ટોડલે ચીતરાવું નામ તારૂ મારા આ દલડે 
અંતરના ઓરડે ઘરના રે ટોડલે ચીતરાવું નામ તારૂ મારા આ દલડે 
હો લાવ હાથ હથેળીમાં નામ લખી દઉં
તારા હાથમાં શ્યામ લખી દઉં
હો તારા હાથમાં શ્યામ લખી દઉં

હો તું રાધા રૂપાળી હું કાન કામણગારો 
તારા વિના રે મારો કોણ રે સહારો 
હો તું મારો સાથ મારો ચાંચો સથવારો 
હું દરિયોને તું મારો કિનારો 
હે તારી હારે જીવવા મારવાના કોલ દીધા 
www.gujaratitracks.com
ઓ રે મારી રાધા મેં વચનો રે દીધા 
તારી હારે જીવવા મારવાના કોલ દીધા 
ઓ રે મારી રાધા મેં વચનો રે દીધા 
હો લાવ હાથ હથેળીમાં નામ લખી દઉં
તારા હાથમાં શ્યામ લખી દઉં
હો તારા હાથમાં શ્યામ લખી દઉં

હો રાધા રાધા કરી મારૂ દલડું રે પુકારે 
આવ રાધા મળવા મુને યમુના કિનારે 
હો કાળજડે નામ મેં કોર્યું તમારૂ 
તારા રે નામ કર્યું જીવન મેં મારૂ 
હો રાધા તારા વિના મને ઘડીયે ના ચાલતુ
તારા રે વિના રે મારૂ મનડું ના માનતુ
રાધા તારા વિના મને ઘડીયે ના ચાલતુ
તારા રે વિના રે મારૂ મનડું ના માનતુ
હો લાવ હાથ હથેળીમાં નામ લખી દઉં
તારા હાથમાં શ્યામ લખી દઉં
હો તારા હાથમાં શ્યામ લખી દઉં

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »