Ven Vadhave Jou Tari Vaat Lyrics in Gujarati

Ven Vadhave Jou Tari Vaat - Jignesh Barot
Singer : Jignesh Barot
Music : Dhaval Kapadiya
Lyrics : Mitesh Barot ( samrat )
Label : Soorpancham Beats

Ven Vadhave Jou Tari Vaat Lyrics in Gujarati
 
એ વેણે વધાવે જોઉં વાટ
વેણે વેલી આવજે મોરી માં
હો હો વેણે વધાવે જોઉં વાટ
વેણે વેલી આવજે મોરી માં

એ માંગે દુનિયા પરમાણ
દીવાની રાખજે તું લાજ
વેણ વધાવે જોઉં વાટ
વેણે વેલી આવજે મોરી માં

એ રડતી આંખો તું રે હસાવજે
વાર ના કરતી માડી વેલેલી આવજે
હો મતલબી દુનિયામાં તારો આધાર છે
બોલેલા બોલ મારા હાચા તું પાળજે

એ દુનિયાનો નથી મને ડર હે માં
નથી કોઈ તારા રે વગર હે માં
વેણે વધાવે જોઉં વાટ
વેણે વેલી આવજે મોરી માં

હો એક તારું નોમ લઇ લીધી મેં તો બાધા
ધન ઘડી ધન ભાગ મળી મને માતા
હો દુખીયા આયા દ્રારે લઈને રે આશા
જોજે માડી ના જાય ખાલી હાથે પાછા

હે તારા વચન કદી ના ખાલી જાય
તારા નામ ના અજવાળા થાય હે માં
વેણ વધાવે જોઉં વાટ
વેણે વેલી આવજે મોરી માં

હો બાવન બજારમાં રાખ્યો મારો વટ છે
તું જ મારો કાયદો ને તું જ કોરટ છે
હો વખા ની વેળા એ આવે તું વારે
તું જેને તારે પછી કોણ એને મારે

ભજે તારો બાળ તને માં ભાવથી હે માં
વેલી તું દોડી રે આવતી હે માં
વેણ વધાવે જોઉં વાટ
વેણે દોડી આવજે મોરી માં
ઓ ઓ વેણ વધાવે જોઉં વાટ
વેણે વેલી આવજે મોરી માં 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »