Jesal Kari Le Vichar Lyrics in Gujarati

Jesal Kari Le Vichar - Lalita Ghodadra
Singer: Lalita Ghodadra
Music : Pankaj Bhatt
Lyrics : Traditional
Label : T-Series
 
Jesal Kari Le Vichar Lyrics in Gujarati
 
હેજી જેસલ કરી લે વિચાર
માથે જમનો છે માર
સપના જેવો છે સંસાર
તોળી રાણી કરે રે પોકાર
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી

અનુભવી આવ્યો છે અવતાર
માથે સદગુરુનો આધાર
જાવું મારે ધણી દરબાર
બેડલી ઉતારી ભવ પાર
ગુરુના ગુણનો નહિ પાર
મુક્તિ ખાંડા કેરી ધાર
નુગરા શું જાણે રે સંસાર
એનો એળે ગ્યો રે અવતાર
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી

ગુરુ ની ગતી ગુરુ ને પાસ
જેવી કસ્તુરી માં વ્હાલ
ધણી  તારા નામ નો વિશ્વાસ
દીનો નાથ પુરે  સૌની આસ
હે  નિત્ય ઉઠી  નહાવા ને જાય
કોયલા ઉજળા ના થાય
ગુણી  આનો પેટડો જો  થાઇ
ઇ બાપ કેને કેવા  જાય
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી

દીધા મેથી કરવા ને જાય
ઈતો   અધુર્યા કહેવાય
કુડીયા કુવે  પડવાને જાય
મુરખ મુલિયો  કુમાર
એક વિનતિ તેડા થઇ
ઇતો અધુર્યા કહેવાય
કાયા નૂર ના વર્તાય
એના કલ્યાણ કેમ કરી થાય
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી

હે સીપ સમંદર માં થાય
એની ધન્ય રે કમાય
સ્વાતિના મેહુલા વરસાય
ત્યાં તો હાચાં મોતીડાં બંધાઈ
હે હીરલા એરણમાં ઓરાય
માથે ઘણ કેરા ઘા
ફૂટે ઇ તો ફટકિયા કેવાય
ખરાની ખરે ખબર્યું થાય
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી

હે ચાંદા સૂરજનો પ્રકાશ
નવલખ તારા એની પાસ
પવન પાણી ને પ્રકાશ
સૌ લોક કરે એની આશ ,
 સંત વિરલા ત્યાં થાય
હીરલા માણેક ત્યાં પુરાય
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »