Podhhi Ja Mara Lal Tane Paraniye Podhhadu Lyrics in Gujarati

Podhhi Ja Mara Lal Tane Paraniye Podhhadu - Jyoti Vanjara
Singer : Jyoti Vanjara
Lyrics : Kanti Patel (Nanodara)
Music : Mayur Nadiya
Label : Meshwa Films
 
Podhhi Ja Mara Lal Tane Paraniye Podhhadu Lyrics in Gujarati
 
પરી ઓ નારે દેશ ની હું વાતો રે સંભળાવું
પરી ઓ નારે દેશ ની હું વાતો રે સંભળાવું
હેત્ત ભરેલા હૈયા કેરા હાલરડાં રે ગાવું
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું
પરી ઓ નારે દેશ ની હું વાતો રે સંભળાવું
હેત્ત ભરેલા હૈયા કેરા હાલરડાં હું ગાવું
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું

મેના પોપટ બોલે ઓલ્યા આંબલીયા ની ડાળે
હંસલો રે બોલે ઓલ્યો સરવરીયા ને પાળે
મેના પોપટ બોલે ઓલ્યા આંબલીયા ની ડાળે
હંસલો રે બોલે ઓલ્યો સરવરીયા ને પાળે
હો હો હો
કુકુ કુકુ કરતી કોયલ મીઠું ગાયે છે રૂપાળું
કુકુ કુકુ કરતી કોયલ મીઠું ગાયે છે રૂપાળું
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું

કાળજા નો કટકો તુંતો રૂઢિયા ને બહુ વાલો
મુખ તારૂ જોતા લાગે જશોદા નો લાલો
કાળજા નો કટકો તુંતો રૂઢિયા ને બહુ વાલો
મુખ તારૂ જોતા લાગે જશોદા નો લાલો
હો હો હો હો
જોવા તારૂ મુખ હૂતો બાવરી બની જાવું
જોવા તારૂ મુખ હૂતો બાવરી બની જાવું
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું

પા પા પગલી ભરતા ભરતા મોટો તું થઇ જાજે
માં ની મમતા લાડ લડાવે હસતો સદા રેહજે
પા પા પગલી ભરતા ભરતા મોટો તું થઇ જાજે
માં ની મમતા લાડ લડાવે હસતો સદા રેહજે
હો હો હો
હીર ની રે દોરી બાંધી હીંચકે રે ઝુલાવું
હીર ની રે દોરી બાંધી હીંચકે રે ઝુલાવું
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું
પરી ઓ નારે દેશ ની હું વાતો રે સંભળાવું
હેત્ત ભરેલા હૈયા કેરા હાલરડાં હું ગાવું
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »