Ramsabhaman Ame Ramvane Lyrics in Gujarati

Ramsabhaman Ame Ramvane - Praful Dave
Singer: Praful Dave
Music Director: Gaurang Vyas
Lyricist: Narsinh Mehta
Label: T-Series
 
Ramsabhaman Ame Ramvane Lyrics in Gujarati
 
રામસભામાં અમે રમવાને ગ્યાતા
એ રામસભામાં અમે રમવાને ગ્યાતા
પોહલી ભરીને રસ પીધો રે
રામસભામાં અમે રમવાને ગ્યાતા
રામસભામાં અમે રમવાને ગ્યાતા
પોહલી ભરીને રસ પીધો રે
રામસભામાં અમે રમવાને ગ્યાતા

પેલો પીયાલો મારા સદગુરૂએ પાયો
બીજે પિયાલે રંગની રેલી રે જી
પેલો પીયાલો મારા સદગુરૂએ પાયો જી
બીજે પિયાલે રંગની રેલી રે જી
ત્રીજો પિયાલો મારા રોમે રામે વ્યાપ્યો
ચોથે પિયાલે થઈ છું ઘેલી રે

રામસભામાં અમે રમવાને ગ્યાતા
રામસભામાં અમે રમવાને ગ્યાતા
પોહલી ભરીને રસ પીધો રે
રામસભામાં અમે રમવાને ગ્યાતા

રસ રસ થઇ મારા રસિયા સાથે
વાત ના સુઝી બીજી વાટે રે જી
રસ રસ થઇ મારા રસિયા સાથે
વાત ના સુઝી બીજી વાટે રે જી

મોટા જોગેશ્વર જેને સપને ન આવી
મોટા યોગેશ્વર જેને સપને ન આવી
મારા મંદિરીયામાં મ્હાલે રે

રામસભામાં અમે રમવાને ગ્યાતા
રામસભામાં અમે રમવાને ગ્યાતા
પોહલી ભરીને રસ પીધો રે
રામસભામાં અમે રમવાને ગ્યાતા

અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં જી
અખંડ સૌભાગી અમને કીધાં રે
અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં જી
અખંડ સૌભાગી અમને કીધાં રે

ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી
દાસી પરમ સુખ પામે રે
રામસભામાં અમે રમવાને ગ્યાતા
રામસભામાં અમે રમવાને ગ્યાતા
પોહલી ભરીને રસ પીધો રે
રામસભામાં અમે રમવાને ગ્યાતા
રામસભામાં અમે રમવાને ગ્યાતા
પોહલી ભરીને રસ પીધો રે
રામસભામાં અમે રમવાને ગ્યાતા
રામસભામાં અમે રમવાને ગ્યાતા
રામસભામાં અમે રમવાને ગ્યાતા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »