Sai Shirdiwala Lyrics in Gujarati

Sai Shirdiwala - Hemant Chauhan
Music: Shailesh Thaker
Singer: Hemant Chauhan
Lyrics: Bachubhai Srimali
 
Sai Shirdiwala Lyrics in Gujarati
 
એ સાઈ શિરડીવાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો
સાઈ શિરડીવાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો
એ સાઈ શિરડીવાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો
સાઈ શિરડીવાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો

એ મને એક જ આધાર છે તમારો
મને એક જ આધાર છે તમારો
તમે એક જ આશરો છો મારો
તમે એક જ આશરો છો મારો
બાબા શરણે આવ્યા ને ઉગારો
બાબા શરણે આવ્યા ને ઉગારો
સાઈ શિરડીવાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો
સાઈ શિરડીવાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો

એ તમે દુઃખીયાના દુઃખડા કાપો છો
તમે દુઃખીયાના દુઃખડા કાપો છો
દુઃખ કાપીને સુખ તમે આપો છો
દુઃખ કાપીને સુખ તમે આપો છો
અને ચરણ કમળમાં સ્થાપો છો
અને ચરણ કમળમાં સ્થાપો છો
સાઈ શિરડીવાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો
સાઈ શિરડીવાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો

હું તો દુનિયાનો ખુબ સતાવ્યો છું
હું તો દુનિયાનો ખુબ સતાવ્યો છું
તેથી આશરે તમારે આવ્યો છું
તેથી આશરે તમારે આવ્યો છું
બસ શ્રદ્ધાના પુષ્પો લાવ્યો છું
બસ શ્રદ્ધાના પુષ્પો લાવ્યો છું
સાઈ શિરડીવાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો
સાઈ શિરડીવાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો

એ મારે તમને જ બાબા સમરવા છે
મારે તમને જ બાબા સમરવા છે
એ મારે પૂર્ણ ના ભાથા ભરવા છે
મારે પૂર્ણ ના ભાથા ભરવા છે
મારે દર્શન તમારા કરવા છે
મારે દર્શન તમારા કરવા છે
સાઈ શિરડીવાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો
સાઈ શિરડીવાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો

એ તમે મનના તો બહુ મમતાળુ છો
તમે મનના તો બહુ મમતાળુ છો
એ તમે કરુણાના સાગર કૃપાળુ છો
તમે કરુણાના સાગર કૃપાળુ છો
હે તમે દલના દરિયાવ ને દયાળુ છો
તમે દલના દરિયાવ ને દયાળુ છો
સાઈ શિરડીવાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો
સાઈ શિરડીવાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો

એક દુઃખીયો તમારો સેવક છે
એક દુઃખીયો તમારો સેવક છે
એતો આપણા દરબારનો યાચક છે
એતો આપણા દરબારનો યાચક છે
બચુ શ્રીમાળી આપનો બાળક છે
બચુ શ્રીમાળી આપનો બાળક છે
સાઈ શિરડી વાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો
સાઈ શિરડી વાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો
સાઈ શિરડી વાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો
સાઈ શિરડી વાળા
માંગુ દયાળુ મુજને દર્શન આપજો 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »