Dhola Maru Lyrics in Gujarati | ઢોલા મારુ લિરિક્સ ગુજરાતીમાં

Dhola Maru - Manisha Bharwad & Savan Bharwad
Singer : Manisha Bharwad & Savan Bharwad
Music : Jackie Gajjar , Lyrics : Satish Dalvadi
Label - Saregama India Limited
 
Dhola Maru Lyrics in Gujarati
| ઢોલા મારુ લિરિક્સ ગુજરાતીમાં 
 
ઓ ઢોલાજી રે
ઓ ઢોલાજી રે તને વાલી પરદેશી નોકરી
તને વાલી બીજા ની ચાકરી

મારુ રૂદિયું કોરી ખાય મારું આયખું એળે જાય
મારુ રૂદિયું કોરી ખાય મારું આયખું એળે જાય
વાલમિયા વેલા આવજો રે ઢોલાજી વેલા વળજો રે

હો મારુડી રે
મારુડી રે નથી વાલી બીજાની નોકરી
નથી વાલી પરદેશી ચાકરી

આતો મજબૂરી ના માર ખંભે લટકતી તલવાર
આતો મજબૂરી ના માર ખંભે લટકતી તલવાર
મારુડી વેલા વળશું રે મારુડી વેલા વળશું રે
વાલમિયા વેલા આવજો રે

હો દુરથી ડુંગર રળિયામણા ને ખૂબ ભૂંડો પરદેશ
હો જીવ જાણે ચમ જાય છે દાડા યાદ આવે મારો દેશ
હો ટાણે ટાણે યાદ આવે ને આંસુડા ઉભરાઈ જાય
હો ખાવા બેસું ને વાગે ભણકારા એકલા કેમ રે ખવાય

હો મને આવે વાલી યાદ આતો રુદિયા ની ફરિયાદ
મને આવે વાલી યાદ આતો રુદિયા ની ફરિયાદ
મારુડી વેલા વળશું રે મારુડી વેલા વળશું રે
હો વાલમિયા વેલા આવજો રે

હો દાડા ટૂંકા ને રાતું લાંબી કનડે ગોઝારી રાત
હો નીંદર ખૂબ છે આખલડી માં બંધ ના થાય મારી આંખ
હો મારી પણ હાલત તારા જેવી છે કોણ જાણે આ વાત
હો જીવતી લાશ થઈ જીવી રહ્યો ને માથે કાળી રાત

એ નથી જોતા સાયબી સુખ તારા વિના મોટું દુઃખ
નથી જોતા સાયબી સુખ તારા વિના મોટું દુઃખ
વાલમિયા વેલા વડજો રે ઢોલાજી વેલા આવજો રે
હો મારુડી વેલા વળશું રે ઢોલાજી વેલા આવજો રે
ઓ ઢોલાજી રે ઓ મારુડી રે
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »