Jiga Tu Prem Maro Lyrics in Gujarati | જીગા તું પ્રેમ મારો લિરિક્સ ગુજરાતીમાં

Jiga Tu Prem Maro - Jignesh Barot
Singer : Jignesh Barot , Lyrics : Vipul Raval & Pravin Raval
Music : Rahul - Ravi , Label - Saregama India Limited
 
Jiga Tu Prem Maro Lyrics in Gujarati
| જીગા તું પ્રેમ મારો લિરિક્સ ગુજરાતીમાં 
 
હું તો તને ગમતો હતો બહુ એવું તું કેતી તી
હું તો તને ગમતો હતો બહુ એવું તું કેતી તી
જીગા તું પ્રેમ છે મારો વાતો એવી કરતી તી

હવે તને ચમનું ફાવે છે મારા વગર ના રેતી તી
હવે તને ચમનું ફાવે છે મારા વગર ના રેતી તી

હે તારા કાચા હશે કોન નકે આવું ના થાય
આટલી હદે પ્રેમ મારો ભૂલી ના જાય
તારા કાચા હશે કોન લાગે આવું ના થાય
આટલી હદે પ્રેમ મારો ભૂલી ના જાય

ઘેર બોનું કાઢી મળવા મને આવતી તી
ફોનમાં વાતો કરવા આખી રાત જાગતી તી
હવે તને ચમનું ફાવે છે મારા વગરના રેતી તી
એ હવે તને ચમનું ફાવે છે મારા વગરના રેતી તી

હો મારા પર લાગણી તને તો ઘણી હતી
થોડી ભૂલ થાય તો મને માફ કરી દેતી
હો તારો મૂડ થાય તો હું ફરવા લઈ જાતો
કોઈ તારો શોખ જે બધો પૂરો કરતો

હો મારો એક ફોન જાય ગમે એવા પડતા મેલે કોમ
હવે લાગતો નથી ફોન શું હશે જોણે મારો રોમ
મારો એક ફોન જાય ગમે એવા પડતા મેલે કોમ
હવે લાગતો નથી ફોન શું હશે જોણે મારો રોમ

હો સુખ દુખમાં ભેળી રેશે એવી બંધાણીતી
આખી જિંદગી મારા ભેળી રેવા માંગતી તી
હવે તને ચમનું ફાવે છે મારા વગરના રેતી તી
હવે તને ચમનું ફાવે છે મારા વગરના રેતી તી

હો મન તાવ રે આવે તો ફોન ઉપર ફોન કરે
મારી ચિંતા ઘણી કરે ચાલુ ફોનમાં ગોડી રડે
હો મારા માટે એતો માતાજીની બાધાઓ રે રાખે
મને કોઈ ના થાય એના માટે રવિવાર ભરે

હે મારા માટે મરી મટતી હવે થઈ જ્યાં તારા ઘેર
આટલો હતો પ્રેમ તોએ તને પડ્યો ના રે ફેર
મારા માટે મરી મટતી હવે થઈ જ્યાં તારા ઘેર
આટલો હતો પ્રેમ તોએ તને પડ્યો ના રે ફેર

હો બોલ્યા પછી બીજું ના બોલતી તી
મારો પ્રેમ ભૂલી જાહે એવી નતી લાગતી
હવે તને ચમનું ફાવે છે મારા વગરના રેતી તી
એ હવે તને ચમનું ફાવે છે જીગા વગરના રેતી તી
એ હવે તને ચમનું ફાવે છે મારા વગર ના રેતી તી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »