Mara Vira Ne Bandhu Amar Rakhadi Lyrics in Gujarati | મારા વીરાને બાંધુ અમર રાખડી લિરિક્સ ગુજરાતીમાં

Mara Vira Ne Bandhu Amar Rakhadi - Saloni Thakor
Singer : Saloni Thakor , Lyrics : Bhagwandas Ravat
Music : Sunil Thakor & Jagdish thakor
Label : Meshwa Electronics
 
Mara Vira Ne Bandhu Amar Rakhadi Lyrics in Gujarati
| મારા વીરાને બાંધુ અમર રાખડી લિરિક્સ ગુજરાતીમાં 
 
મારા વીર ને બાધું અમર રાખડી 
લઉં હું ઓવારણા ઠરે મારી આંખડી 
જુગ જુગ જીવો મારા માડી રે જાયા 
ખમ્મા તને મારા માડી જાયા 
મારા વીર ને બાધું અમર રાખડી 
લઉં હું ઓવારણા ઠરે મારી આંખડી 

મારો જવતલિયો મારી આંખનો તારો 
આખા જગત થી ન્યારો ભાઈ છે મારો 
મારા સુખ દુઃખ માં એ સાથે રહેનારો 
હું ખુશ રહું સદા એ ચાહે ભાઈ એ મારો 

જીણી રે જ્યોતિ બહેન વાટળી 
આજે રે આવી શુભ દિન આ ઘડી 
આજ ખુશીયો નથી પાર 
મારા વીર ને બાધું અમર રાખડી 
લઉં હું ઓવારણા ઠરે મારી આંખડી 

નથી કોઈ જોઈતું મારે નથી કોઈ માંગણી 
તું સદા હસતો રહે બેનની છે લાગણી 
કાચા ધાગા માં સ્નેહ સાચું ભાઈ બહેન નું 
રાખડી ના તાંતણે સંબંધ બંધાય બેઉ નું 

કડવો કાંટો ભાઈ તને ના વાગે 
ચાલતા તને કદી ઠેસના લાગે 
ઉપર વાળાથી બહેન દુવા રે માંગે 
મારા વીર ને બાધું અમર રાખડી 
લઉં હું ઓવારણા ઠરે મારી આંખડી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »