Hajaran Lyrics in Gujarati | હજારણ લિરિક્સ ગુજરાતીમાં

Hajaran - Gopal Bharwad & Manisha Bharwad
Singer : Gopal Bharwad & Manisha Bharwad
Music : Shashi Kapadiya , Lyrics : Govind Bamba
Label : Jigar Studio
 
Hajaran Lyrics in Gujarati
| હજારણ લિરિક્સ ગુજરાતીમાં 
 
ઓ હાલે હજારણ હટાણું ઓરવા
ઓ હાલે હજારણ હટાણું ઓરવા
ઘરના ધણી ઘર અપંગ એકલડા

એ હાલર શેરની બાવડી બજારું હજારણ હાલી ઓરવા હટાણું
હાલરની બાવડી બજારું હજારણ હાલી ઓરવા હટાણું
હો ઘરે બેઠા જોયું તો મેમાન આવ્યા મેમાન ભાળી હૈયા હરખીયા
એ દોડીને ડોરીયા ડાળ્યા હજારણને આવ્યા છે ઓરતા
હરખે પાથરણા પાથર્યા હજારણને મેમાનના ઓરતા

હો નથી મુઠી બાજરો મેમાન કેમ ના જમાડે
રોયો રણનારો એનો પડ્યો આજ ખાટલે

ઓ બબે વાલુડાને દૂધ પાણી પાયા
ખજૂરીએ ખોયું બાંધી એમને હીંચાયા
હો અંગના ઘરેણા અડાડે મેલ્યા
મેમાન જમાડવા ગાવડીયા લીધા

એ હજારણની ખાનદાની મોટી બે દીકરાને કંકુના કરીયા
હજારણની ખાનદાની જોઈ બે દીકરાને કંકુના કરીયા
હો ઘરનો ધણી ખાટલે બેહીને હૈએ હરખાણો
ગુણ હજારણના જોઈ રુદિએ છલકાણો

હો ખાનદાની જોઈ મળ્યું મોબાદાર ખોરડું
બે દીકરાને મળી બે વહુવારું
હો ધન ધન હજારણ તારો જોયો રે જનમારો
મારા તે ઘરનો બદલાઈ ગયો નજારો

આ જેના ઘરનો રોટલો મોટો ત્યાં કરશે મારો ઠાકર ઉતારો
જેના ઘરનો આવકારો મોટો ત્યાં કરશે મારો મારો વાલો ઉતારો

હે મારો ઠાકર કરે છે જેના રખવાળા
ઘરમાં રહે એને કાયમ અજવાળા
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »