Chandarvo Lyrics in Gujarati | ચંદરવો લિરિક્સ ગુજરાતીમાં

Chandarvo - Hemant Chauhan
Singer : Hemant Chauhan , Music : Mayur Nadiya
Lyrics : Ashtik-Mahi ,  Label : Shri Ram Audio And Telefilms
 
Chandarvo Lyrics in Gujarati
| ચંદરવો લિરિક્સ ગુજરાતીમાં 
 
હો તારી નથમાં જડ્યું એક મોતી હો માં
શરદ પૂનમનો ચંદરવો
શરદ પૂનમનો ચંદરવો
હો તારી નથમાં જડ્યું એક મોતી હો માં
શરદ પૂનમનો ચંદરવો
શરદ પૂનમનો ચંદરવો

હો અનંત આભની ઓઢણી ઓઢી
અનંત આભની ઓઢણી ઓઢી
ભાણનો તારે ભાલે ચાંદલો
હો તારી નથમાં જડ્યું એક મોતી હો માં
શરદ પૂનમનો ચંદરવો
શરણમનો ચંદરવો

હો કાળી તે રાતનું કાજલ આંજ્યું
શેષ નાગ જેવડો ગુઠ્યો ચોટલો
નવલખ તારલે સાડલો ટંકાયો
નવગ્રહનો તે મઢ્યો હારલો

હો કાળી તે રાતનું કાજલ આંજ્યું
શેષ નાગ જેવડો ગુઠ્યો ચોટલો
નવ લખ તારલે સાડલો ટકાવ્યો
નવગ્રહનો તે મઢ્યો હારલો

સૈયર સંગાથે રમતી હો માં હો
સૈયર સંગાથે રમતી હો માં હો
અખિલ બ્રહ્માંડનો તું લઈ ગરબો
હો તારી નથમાં જડ્યું એક મોતી હો માં
શરદ પૂનમનો ચંદરવો
શરદ પૂનમનો ચંદરવો

હો આસોની રૂડી નવરાત્રી નવલખ જોગણીયું સંગ ઘૂમતી
લાંબી લખું મોકલી મેલીને ફરર ફરર ફરે ફૂદડી
આસોની આ રૂડી નવરાત્રી નવલખ જોગણીયું સંગ ઘૂમતી
લાંબી લટું મોકલી મેલીને ફરર ફરર ફરે ફૂદડી

તાલ પર તાલી દેતી હો માં હો
તાલ પર તાલી દેતી હો માં
દેવ દાનવ મળી જાય ગરબો
હો તારી નથમાં જડ્યું એક મોતી હો માં
શરદ પૂનમનો ચંદરવો
શરદ પૂનમનો ચંદરવો

હો તું અણુથી સૂક્ષ્મ છે માં
તું ગગનથી છે વિશાળ
તારા રૂપને ગાઈ શકે ક્યાં
આસ્તિક માહીની એટલી વિસાર

તું અણુથી સૂક્ષ્મ છે માં
તું ગગનથી છે વિશાલ
તારા રૂપને ગાઈ શકે ક્યાં
આસ્તિક માહીની એટલી વિશાલ

અમિયલ નજરે જ્યોતિ હો માં હો
અમિયલ નજરે જ્યોતિ હો માં
મમતાનો છે ઉંદરિયો
હો તારી નથમાં જડ્યું એક મોતી હો માં
શરદ પૂનમનો ચંદરવો
શરદ પૂનમનો ચંદરવો

હો અનંત આભની ઓઢણી ઓઢી
અનંત આભની ઓઢણી ઓઢી
ભાણનો તારે ભાલે ચાંદલો
હો તારી નથમાં જડ્યું એક મોતી હો માં
શરદ પૂનમનો ચંદરવો
શરણમનો ચંદરવો
શરદ પૂનમનો ચંદરવો
શરણમનો ચંદરવો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »