Shree Jalaram Bavni Lyrics in Gujarati | શ્રી જલારામ બાપા બાવની ગુજરાતીમાં

Shree Jalaram Bavni - Rohini Patel
Singer : Rohini Patel ,Music : Rishi Patel
Layris : Traditional , Label : Rohini Patel Official
 
Shree Jalaram Bavni Lyrics in Gujarati
| શ્રી જલારામ બાપા બાવની ગુજરાતીમાં
 
રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ,
તાકી પદ વંદન કરું, જય જય જલારામ”

સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,
પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, ... (૨)

રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ,
લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, ... (૪)

સંત પધાર્યા એને દ્વાર, રાજબાઇએ કીધો સત્કાર,
ઉજ્જ્વણ થાશે તારી કુથ, એવું બોલ્યા નિજ મુખ, ... (૬)

સંવત અઢારસો છપ્પન માંહ્ય, કારતક સુદ સાતમની છાય,
આશીર્વાદથી પ્રગટ્યા રામ, નામ પાડ્યું શ્રી જય જલારામ, ... (૮)

વૃદ્ધ સંત આવ્યા તે ઠામ, ઓળખ્યા શ્રી જય જલારામ,
માતપિતા સ્વધામે ગયા, કાકાને ત્યાં મોટા થયા, ... (૧૦)

સંવત અઢારસો સિત્તેરમાંહ્ય, યજ્ઞોપવીત વિધિ થાય,
સંવત અઢારસો બોત્તેરમાંહ્ય, પ્રભુતાં પગલાં મંડાય, ... (૧૨)

કાકાનું સંભાળે હાટ, ધર્મ દાનમાં મનમાં ઘાટ,
સાધુ સંતોને દેતા દાન, રઘુવીરનું એ ધરતાં ધ્યાન, ... (૧૪)

એક સમે સંતોનો સંઘ, આવી જમાવ્યો ભક્તિનો રંગ,
જલારામની પાસે આજ, આવ્યા સીધુ લેવા કાજ, ... (૧૬)

જલારામ લઇ માથે ભાર, દેવા ચાલ્યા એને દ્વાર,
પાડોશીને લાગી લ્હાય, તે કાકાને કહેવા જાય, ... (૧૮)

વા'લાકાકા દોડ્યા ત્યાંય, જ્યાં જલા દેવાને જાય,
ઘભરામણ છૂટી તે વાર, પત રાખે છે દીન-દયાળ, ... (૨૦)

છાણાં કહ્યાં તો છાણાં થાય, ઘીના બદલે જળ દેખાય,
પાડોશી તો ભોંઠો થાય, દુરિજન કર્મોથી પસ્તાય, ... (૨૨)

જલા ભક્તને લગની થઈ, ભીતર બારી ઉઘડી ગઈ,
યાત્રા કરવા કીધી હામ, પછી ફર્યા એ ચારે ધામ, ... (૨૪)

ગુરુ કરવાનો પ્રગટ્યો ભાવ, ફત્તેપુર જઈ લીધો લ્હાવ,
ભોજો ભગત કીધા ગુરુદેવ, વ્રત કરવા સાચી સેવ, ... (૨૬)

સંવત અઢારસો ચોત્તેર માંહ્ય, સદાવ્રતનું સ્થાપન થાય,
વીરબાઇ સુલક્ષણી છે નાર, સેવાની રાખે સંભાળ, ... (૨૮)

સાધુ સંતો આવે નિત્ય, જલાબાપાની જોઇ પ્રીત,
અન્ન તણા નીધિ છલકાય, બાધા આખડીથી દુઃખ જાય, ... (૩૦)

બાપા સૌમાં ભાળે રામ, ખવરાવીને લે આરામ,
ગાડાં ભરી અન્ન આવે જાય, સાધુસંતો ખૂબ જ ખાય, ... (૩૨)

તન મન ધનથી દુઃખીઆં જન, આવીને નિત કરે ભજન,
બાપા સૌના દુઃખહરનાર, ભેદ ન રાખે કોઇ લગાર, ... (૩૪)

થોડા જનનાં કહું છું નામ, મળીઓ છે જેને આરામ,
જમાલ ઘાંઘી જે કહેવાય, દીકરો તેનો સાજો થાય, ... (૩૬)

હરજી દરજી પેટનું દુઃખ, ટાળીને ત્યાં પામ્યો સુખ,
મૃત્યુ પામ્યો કોળી એક, પિતા તેનો કરગર્યો છેક, ... (૩૮)

બાપા હૈયે કરુણા થાય, રામનામની ધૂન મચાય,
થયો સજીવન તેનો બાળ, રામનામનો જય જયકાર, ... (૪૦)

પુણ્ય તપ્યું બાપાનું માંહ્ય, વ્હાલો ઊતર્યો અવની માંહ્યા,
કરી કસોટી માગી નાર, જોવા કેવું દિલ ઉદાર, ... (૪૨)

ધન્ય ધન્ય છે વીરબાઇ નાર, પ્રભુ સમ જાણ્યો છે ભરથાર,
આજ્ઞા આપો છું તૈયાર, સેવા સંતની સાચો સાર, ... (૪૪)

સેવા કરવા ગયાં છે સતી, જાણી ત્રિભુવનના એ પતિ,
આકાશવાણીમાં સંભળાય, ધન્ય જલા ભક્તિ કહેવાય, ... (૪૬)

ઝંડો ઝોળી વીરબાઇ હાથ, દઇને અલોપ થયા છે નાથ,
વાચક પહોંચ્યા વીરપુર ગામ, સૌએ સમર્યા સીતારામ, ... (૪૮)

આજે પણ વીરપુરની માંહ્ય, સૌને એનાં દર્શન થાય,
જનસેવા તો ખૂબ જ કરી, ઠાર્યા સૌને પોતે ઠરી, ... (૫૦)

સવંત ઓગણીસે ને સાડત્રીસ માંહ્ય, બાપા સિધાવ્યા વૈકુંઠમાંહ્ય,
મધુદાસ જે બાવની ગાય, દુઃખની છુટી સુખીઆ થાય, ... (૫૨)

વીરપુર ગામે કીધો વાસ, ભક્તજનોની પુરવા આશ,
દાસ મુકુંદ તે ગુણલા ગાય, દુઃખદારીદ્ર તેનાં જાય, .. (૫૪)

સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,
પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ...
 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »