Kanku Pagla Lyrics in Gujarati | કંકુ પગલા લિરિક્સ ગુજરાતીમાં

Kanku Pagla - Gopal Bharwad
Singer : Gopal Bharwad & Tejal Thakor & Savan Bharwad
Music : Dipesh Chavda
Lyrics : Kandhal Odedara , Label : Jigar Studio
 
Kanku Pagla Lyrics in Gujarati
| કંકુ પગલા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો કહું છું હૈયા કેરી વાત
જોર લગાડજો તમામ
તમારી વાત બધા માને મારું કરજો એક કામ

મારું આવશે ખોટું નામ
તમે મેલાવશો મને ગામ
નીચું જોયા જેવું થાય એવું સોપતા નહીં કામ

ભઈ મારું નહીં માને
ભાભી વાત નાખો તમે કાને
હે ભઈ મારું નહીં માને
ભાભી વાત નાખો તમે કાને
મારી વહુ રાણી તેડાવો કંકુ પગલાના બહાને

હે તારા ભાઈની રીહ નાકે
વાત કરશે વગર વાંકે
થોડું જપી જાવ ઉતાવળે આંબા ના રે પાકે

હો થોડા કલર તમે કરજો
રાખીને હસતું મોઢું
હાથ મનાવી લેજો ભલે ભાઈ બોલે દોઢું

હો તમે આવજો મારી સાથે હળ આવજો તમારા હાથે
મનાવી લઈશ દિયરજી હું તો બધી વાતે
હે મારી વહુ રાણી તેડાવો કંકુ પગલાના બહાને

સાસરિયાવાળા રાજી ના બગાડો ભાઈ બાજી
ઘરના છે હવ રાજી શા માટે કરો નાજી
હો દેવરજી બોલે હાચું ખોટું હોય તો લાવો પાછું
વાતને પહેલા હમજો તમે કાપતા નહીં કાચું

આ બધાથી રેવું દૂર નથી કરવા કોઈ ફતુર
વેવાઈના બોલાવે તો જવાની શું જરૂર
હે તમે હઠ મૂકો તમારી અરજી સુણો અમારી
શું જાય તમારું આવે જો ઘરમાં વહુ રાણી
શું જાય તમારું ઘરમાં જો આવે દેરાણી

આ ટેવ તમારી વાતે વાતે આડું બોલવાની
ઘરના છો તમે મોભી એટલે કરો છો મનમાની
મોઢે વાત કરશે મરચું મીઠું પણ ભરશે
વાયુ વેગે ફેલાશે વાત પછી વાળી થોડી વળશે

હો રાવણ ના મોઢે ઘર નું પીણું
ના હોય બાઘવાનું
આપણે ભાવતું ભોજન આપણા ઘરે રાંધવાનું
હે ભાભી મેલો ને મનાવું ઘરમાં શું ખોટું વાવું
ઘરના હારે બાજી મારે નથી રે બગાડવું
અરે મનમાં ગાંઠના બાંધો પિયુ શું છે તમને વાંધો

નથી હું તમારો વેરી
સમાજનો હોય છે ડર
છોરું કછોરું થાય પણ માવતર ના થાય કમાવતર

હે તમે આધાર છો મારો
મારા જીવનનો પાયો
હેરા વડલા જેવો વીરા તમારો જ છાયો

હો વેણીયો વેગા વેહલા તમે એ કીધું પેહલા
ઉગાડા દરવાજા મારા લાડકડા મન ગેલા
હે ભાભી કરી બહુ ભારે નહીં બોલું તમારી હારે
વહુ વારું ભેગું હારે વયું જાવું મારે

હે દિયર તું લાડકવાયો મારા હૈયે તું સમાયો
હું જશોદા છું તારી તું મારો નંદ જાયો
અરે ગાંડા હું શું તારો રામને તું લક્ષ્મણ છે મારો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »