Bhanva Moma Na Ghare Jai Lyrics in Gujarati | ભણવા મોમાં ના ઘરે જઈ લિરિક્સ ગુજરાતીમાં

 

Bhanva Moma Na Ghare Jai - Aakash Thakor & Jashmika Barot
Singer - Aakash Thakor & Jashmika Barot
Lyrics - Naresh Thakor (Vayad) , Music - Rohit Thakor
Label - Kushma Production
 
Bhanva Moma Na Ghare Jai Lyrics in Gujarati
| ભણવા મોમાં ના ઘરે જઈ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે નેડલો બાળપણનો તું ભૂલી જઈ
હે નેડલો બાળપણનો તું ભૂલી જઈ
સેટી પડી કારણ મને કીધું નહીં
ભણવા મોમાના ઘેર તું જઈ

હે હવે મારે નેહાળ ખુલી જઈ
આપણા ગોમમાં કોલેજ નહીં
એટલે ભણવા મોમાના ઘેર જઈ

હો દોઢ વાગે સ્કૂલ મો રીશેષ બેલ વાગે
તારા વગર નેહાળમાં હુનુ મને લાગે
હો દોઢ વાગે સ્કૂલ મો રીશેષ બેલ વાગે
તારા વગર નેહાળમાં હુનુ હુનુ લાગે

હે રીશેષમાં ટિફિન ભાવે મને નહીં
હે વાલી મારી ટિફિન ભાવે મને નહીં
જ્યારથી નેહાળ છોડીને તું જઈ
ભણવા મોમાના ઘેર તું જઈ
અરે ગોડા હું તો ભણવા મોમાના ઘેર જઈ

હે ભણવા જતાં પેલા આપણે દસમું ધોરણ સુધી
તું જતી રહી મારો ગોમ એકલો મન મૂકી
અરે નોખા પડ્યા આપણે નથી અહીં હું તો સુખી
યાદ તારી આવે હું દિલમાં થઉં છું દુખી

હો યાદ આવે મને મારું લેસન તું લખતી
ગણિત અને અંગ્રેજી તું પ્રેમથી શીખવતી
યાદ આવે મને મારું લેસન તું લખતી
ગણિત અને અંગ્રેજી તું પ્રેમથી શીખવતી

હે બેન્ચીસ હુની પડી આજે જઈ
હે બેન્ચીસ હુની પડી આજે જઈ
હમ્ભારીને આંખ મારી બહુ રડી ગઈ
ભણવા મોમાના ઘેર તું જઈ
હો વાલા હું તો ભણવા મોમાના ઘરે જઈ

હો વેકેશન પડે તો તું આવજે આપણા ગોમડે
વાટ જોઈ બેહીસ હું બસ સ્ટેન્ડ ના બોકળે
હો હો હો એક્ષામ પતેને રજા લઈને ઘેર આવું
ગમે તે બોને બકા મળવા તને આવું

હો મોઢું તારું જોવા મન મારું મારે વલખા
જટ રજા લઈને ગોડી ગોમડે થજો વળતા
મોઢું તારું જોવા મન મારું મારે વલખા
જટ રજા લઈને ગોડી ગોમડે થજો વળતા

હે વાટ મને ઘણી જોવડાવતી નહીં
હે વાટ મને ઘણી જોવડાવતી નહીં
મારાથી તારા વગર રેવાશે નહીં
ભણવા મોમાના ઘેર તું જઈ

હે મારી કોઈ ચિંતા કરતા હવે નહીં 
 
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »