Mahakali Chalisa - Ruchita Prajapati
Singer : Ruchita Prajapati , Lyrics : Traditional
Music : Jayesh Sadhu , Label : Meshwa Electronics

Mahakali Chalisa Lyrics in Gujarati
| મહાકાળી ચાલીચા લિરિક્સ ગુજરાતીમાં
આદ્યશક્તિ પરમેશ્વરી, જગની સર્જનહાર
વિશ્વ બંધુ વિલસી રહ્યું, મા તારો આધાર
જય મહાકાળી પરમ કૃપાળી, જય જગદંબા કર રખવાળી
ત્રણે લોકમાં તું રમનારી, સચરાચરમાં તુહિ વસનારી
જય મહામાયા વિકરાલી, કાળ તણા મહાકાળ તું કાલી
ત્રિગુણ રૂપ હું પાર ન પામું, તવ શરણે ભવ પાર હું વામું
રૂપ તમારું શ્યામલ સોહે, દર્શન કરતા સુરગણ મોહે
દશ મુખ નયનો ત્રીસ મનભાવન, ભાલ બાલશશી મુકુટ સુહાવન
સકલ જીવન સંકટ હરતી, પાલન પોષણ સુહના કરતી
રૂપનું વર્ણન કોણ કરે માં, શ્યામ કેશ ધનધટા સમા મા
ખપ્પર ખડગ ત્રિશૂલ ધરતી, ગદા ચક્ર લઈ ચહુ દિશ ફરતી
કોપી ધરી અરિ હાથ કટિ પર, ધૂમ મચાવે સમર ભૂમિ પર
પ્રલયકાળમાં પ્રલય કરંતી, રૂપ તમોગુણ ઘોર ધરતી
વિદ્યા બુદ્ધિની તુંહીદાતા, બાળક જાણી દયા કર માતા
મહા પ્રલયની તું અધિષ્ઠાત્રી, આદ્યા જનેતા સિધ્ધિદાત્રી
મંગલમયી સહુ મંગલ કરજો, સ્વજન ગણી માં વિપદા હરજો
બ્રહ્મા દેવ હરિ હર માની, નારદ આદિ સેવે શુક જ્ઞાની
મણિદ્વીપમાં સ્થાન સુહાવે, ભક્તજનોને દુઃખથી બચાવે
કનક સિંહાસનમાત બિરાજે, હોય આરતી નોબત બાજે
મહાકાળી તેં રાવણ રોળ્યો, રઘુકુલ તારી અસુર કુલ બોળ્યો
વિશ્વશાંતિ ને જનસુખ કાજે, વિવિધ રૂપ ધરી તુંજ બિરાજે
કૃષ્ણ રૂપ લૈ તુંહી રમનારી, મધુર હાસ મુરલી કર ધારી
પાવાગઢમાં તું મતવાલી, હણ્યો તે માં વૈતાલી
શીશ મુકુટ સુહામણી રાજે, કરમાં કેયુર કંકણ સાજે
ઝગમગતા કુંડલ બેઉ કાને, વિમલ દીપકની માયા જાણે
તુંહિ ભદ્રકાળી હૈ કૈલાસી, અરિ રક્તની સદા પિયાસી
ખચ ખચ ખચ કાપે શુત્ર કર, ભર ભર ભર શોણિત ખપ્પર ભર
દલ દલ દલ દાનવ ભક્ષણ કરે, ચલ ચલ ચલ અમ સંકટ તું હરે
ભીષણ સમયમાં શૂર ઝૂઝનારી, ખડ્ગ પ્રહારથી અરિ હણનારી
તોમર સમર કરણ જે આવ્યું, લઇ ત્રિશૂલ યમલોક પહોચાડ્યું
હણ્યાં અસિથી દુશ્મન સઘળા, સહુયે ખલ દલ ઘેર્યા સહળા
રક્તબીજના ખંડ જ કીધા, પૂર્ણશક્તિ રક્ત જ પીધા
મહિષાસુર અતિશય બલધારી, રણમાં રોળ્યો તેં લકારી
ધૂમ વિલોચન દારુણ દુઃખકારી, કર્યો ભસ્મ તેને સંહારી
ચંડ-મૂંડ ના મસ્તક તોડ્યા, જગમાં જય જય ઝંડા ખોળ્યાં
દૈત્ય થકી તે જગત ઉગાર્યું, ઋષિ મુનિને રક્ષણ આપ્યું
શરણાગત દુઃખ ભંજનહારી, કર રક્ષા પ્રતિદિન અમારી
દે વરદાન તું એવા માતા, શત્રુ હઠે મળે સુખ શાતા
જો માં તુજ કૃપા નહિ થાયે, જનમ જનમના પાપ ન જાયે
સકલ શક્તિ લઈ આવો મૈયા, ત્રિવિધ તાપ શમાવો મૈયા
કાળી કૃપાળી હે મહાકાળી, મનવાંછિત ફળ દે તું દયાળી
નમું નમું હે નમન ભવાની, દુઃખ ટાળી સુખ દે તું ભવાની
કાલી ચાલીસા પ્રેમથી, પાઠ કરે અગિયાર,
સુખ સંપત્તિ બહુ વધે, સુખી થાય પરિવાર

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon