Chakli Lyrics in Gujarati | ચકલી લિરિક્સ ગુજરાતીમાં

Chakli - Ishani Dave
Singer : Ishani Dave , Lyrics & Rapper : Janki Gadhavi
Music : DJ KWID & Gaurav Dhola , Label : T-Series
 
Chakli Lyrics in Gujarati
| ચકલી લિરિક્સ ગુજરાતીમાં 
 
ચકલી ઉડે ફરર
કાબર ઉડે ફરર
કાગડો ઉડે ફરર
ચકલી પાછી આઈ ગઈ
ચકલી ઉડે ફરર
વિમાન ઉડે ફરર
પતંગ ઉડે ફરર
ચકલી પાછી આઈ જાય છ

ચ્યોથી આઈ આ ચકલી નખરાળી
કોઈ તો કયો આ છે કોની ઘરવાળી

ચ્યોથી આઈ આ ચકલી નખરાળી
કોઈ તો કયો આ છે કોની ઘરવાળી

લીધું માથે ગામ આખું
લીધું માથે ગામ ના કોઈ દી એ શરમાણી
જીભે તીખી ધાર બધા થાય પાણી પાણી

એ મોંડવે બેઠી ચકલી મસ્કારા મારે
ચિયા ગોમ જઈને મસ્કારા મારે

અલી મોંડવે બેઠી ચકલી મસ્કારા મારે
ચિયા ગોમ જઈને મસ્કારા મારે અરર

ચ્યોથી આઈ આ ચકલી નખરાળી
કોઈ તો કયો આ છે કોની ઘરવાળી

એકલી એકલી નીકળતી જ્યારે માર્કેટમાં
લાગે જાણે સિંહણ ફરતી જંગલમાં

એકલી એકલી નીકળતી જ્યારે માર્કેટમાં
લાગે જાણે સિંહણ ફરતી

હે આંખો લટક મટક થાય
એનાથી બધા બીવે ભાઈ
આવી માથાભારે બાઇ
કોઈ ચમની સહે ભાઈ

કરે રાખે કામ એનું
અરે કરે રાખે કામ નાં કોઈ દી એ અટવાણી
ગરમ છે મિજાજ બધા થાય ધાણી ધાણી

એ મોંડવે બેઠી ચકલી મસ્કારા મારે
ચિયા ગોમ જઈને મસ્કારા મારે

અલી મોંડવે બેઠી ચકલી મસ્કારા મારે
ચિયા ગોમ જઈને મસ્કારા મારે અરર

ચકલી ધાકડ એકલી કાફી છે
ચર્ચા નાં કર કે તારી વારી છે
લટક મટક ડોલે કમર ધાકડ છે છોરી
એની ભોળી આંખો જોઈ એને હલકામાં નાં તોલ
બેટા દી માં તારા દેખાઈ જાહે ખોલે તારી પોલ
ધાકડ આવે છે હામે આવે છે કે ધાકડ આવે છે હામે આવે છે

ચ્યોથી આઈ આ ચકલી નખરાળી
કોઈ તો કયો આ છે કોની ઘરવાળી

ઘા એ ઘા એ નીકળતી જ્યારે બુલેટ પર
લાગે જાણે શોલે માં લેડી ગબ્બર

ઘા એ ઘા એ નીકળતી જ્યારે બુલેટ પર
લાગે જાણે લેડી ગબ્બર

હાય રે ધડક ધડક થાય
એને જોઈ બધા ભાગી જાય
આવી ડોન જેવી બાઈ
કોઈ ચમની સહે ભાઈ

એ ઝટપટ છે
ચાલ એની
હે ઝટપટ ચાલ ના કોઈ દી એ ભટકાણી
કરે રાખે રાજ જાણે હોય શાણી રાણી

એ મોંડવે બેઠી ચકલી મસ્કારા મારે
ચિયા ગોમ જઈને મસ્કારા મારે

અલી મોંડવે બેઠી ચકલી મસ્કારા મારે
ચિયા ગોમ જઈને મસ્કારા મારે અરર

મોંડવે બેઠી ચકલી મસ્કારા મારે
ચિયા ગોમ જઈને મસ્કારા મારે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »