Lai Gaya Tane Tara Lekh Lyrics in Gujarati | લઇ ગયા તને તારા લેખ લિરિક્સ ગુજરાતી

Lai Gaya Tane Tara Lekh -  Arjun Thakor
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor
Music : Rajni Prajapati & Gabbar Thakor
Label : Jhankar Music 
 
Lai Gaya Tane Tara Lekh Lyrics in Gujarati
| લઇ ગયા તને તારા લેખ લિરિક્સ ગુજરાતી
 
હો મારા ઓખ માં ઓહુડુ આજે આવ્યુ
હે  દિકરી જાય પરદેશ વિધાત્રા દિકરી જાય પરદેશ રે
હે એમની દિકરી બાપા ને આજે વિનવે
તમને છોડી ને નહિ જાઉ પરદેશ રે બાપજી
છોડી ને નહિ જાઉ પરદેશ માં
હે અરે હુ રે શુ કરુ મારી દિકરી
અને લઈ ગયા તને તારા લેખ રે વિધાતા
લઈ ગયા તને તારા લેખ રે
હે અરે હુ રે શુ કરુ મારી દિકરી
મારી દિકરી તારે જાવુ પડશે પરદેશ માં
હે તારે જાવુ પડશે પરદેશ માં..

હો દિકરી તો પારકી થાપણ કેવાય સે
દિકરી ને ગાય જો દોરો તો જાય સે
હો દિકરી તો ઘર ની લક્ષ્મી કેવાય સે
એની વિદાયુ બહુ વહમી કેવાયસે
હે માડી ને જઈ ને કોઈ કેજો
તારી દિકરી જાય પરદેશ રે વિધાત્રા દિકરી જાય પરદેશ માં
હે એની માડી દિકરી ને આજ વિનને
અરે લઈ ગયા તને તારા લેખ રે વિધાત્રા
લઈ ગયા તને તારા લેખ રે
હે અરે લઈ ગયા તને તારા લેખ રે ...

હો દિકરી તો માં બાપ ને વાલી ઘણી હોય સે
માં બાપ ને છોડતા ઘણું દુઃખ એને થાય સે
કાળજા ના ટુકડા ની જેમ એને હાચવી હોય સે
એની વિદાયુ ઘણી વહમી લાગશે
હે મારા વીરા ને કોઈ જઈ  કેજો તારી બેનડી પરદેશ જાય વિધાત્રા રે
બેનીબા પરદેશ જાય રે
હે અરે હુ એ શુ કરુ મારી બેનડી
બેનીબા લઈ ગયા તને તારા લેખ રે
અરે લઈ ગયા તને તારા લેખ રે ... 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »