Padmaa Lyrics in Gujarati | Mama Mari Padmaane Kejo Lyrics in Gujarati

Padmaa - Pankaj Mistry
Singer : Pankaj Mistry , Music : Jackie Gajjar
Lyrics : Jigar Jesangpura , Janak Jesangpura & Pankaj Mistry
Label : Dhenu Music
 
Padmaa Lyrics in Gujarati
| Mama Mari Padmaane Kejo Lyrics in Gujarati

 
પણ પદમાં...
પદમાં એ ચોપાટ પાથરી...
અરે રે... જોને ખેલવા પ્રીત્યું ના ખેલ...
પણ માંગડો...
માંગડો રમે રણ મેદાનમાં...
અરે રે... આજ જીવન મરણ ના ખેલ... (૨)

મામા મારી પદમાં ને કેજો મારા છેલ્લા રામ રામ,
આ ખોળીયેથી જીવ જાતો રેશે રે માણારાજ...

મામા અધૂરી રેશે એની મારી પાકી પ્રીત,
આ પ્રાણ કેરા પંખી ઉડી જાશે રે માણારાજ...

મામા મારી પદમાં ને કેજો મારા ઝાઝા કરીને જુહાર,
અધૂરી રહી મારી પ્રીતડી રે માણારાજ...
અધૂરી રહી મારી પ્રીતડી રે માણારાજ...

પણ વહમાં...
વાયા વાયરા...
અરે રે... મામા કેમ કરી આડો થઉં...
કે મારી પદમાં...
પદમાં જોડે હોત તો...
અરે રે... એના ખોળા માં દેહ છોડી દઉં... (૨)

આટલા હશે એના મારા જોડે રેવાના લેખ,
એને કેજો રડી રડી દુખી ના થાતી માણારાજ...

મારા વગર એનો જીવડો જીવતે જીવ જુરશે,
બારણીયે બેસી જોશે વાટડી રે માણારાજ...

મામા મન જોશે નહિ તો રોશે આહૂંડાની ધાર,
ઝરૂખે બેસી જોશે વાટડી રે માણારાજ...
કે આ ખોળિયે થી જીવ જાતો રેશે રે માણારાજ...

હા....આ..... હા....આ.....,
આ....આ.... આ....હા.....

પણ તારું...
મારું કંઈ હાલ્યું નહિ...
અરેરે... મારા રામ ને ગમ્યું એ થયું...
કે પણ વેરણ...
વેરણ થયો દાડો આ...
અરેરે... આતો કાળ નું ચોઘડિયું રમી ગયું... (૨)

મામા અધવચ્ચે ટુટી મારા પ્રેમ ની દોર,
વિખુટો પડ્યો મારો પ્રેમ રે માણારાજ...

ભલે પૂરા ના થ્યા તારા મારા પ્રેમ ના લેખ,
મને યાદ કરી ના રડતી રે માણારાજ...

મામા મારી પદમાં ને જઈ ને તમે કેજો આટલી વાત,
આવતાં ભવે ફરી મળશું રે માણારાજ...
પદમાં આવતાં ભવે ફરી મળશું રે માણારાજ... 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »