Aankhe Ujagara Lyrics in Gujarati

Aankhe Ujagara - Rinku Bharwad - Hina mir
Singer :- Rinku Bharwad & Hina Mir
Lyrics :- Meer Anil & Rahul Dafda
Music :- Shashi Kapadiya
Label : Gujarati SInger
 
Aankhe Ujagara Lyrics in Gujarati
| આંખે ઉજાગરા લિરિક્સ ગુજરાતીમાં |
 
હે નામની તારા મહેંદી લગાવી
હે પીડી રે પીઠી ચોડાવી
હે નામની તારા મહેંદી લગાવી
પીડી રે પીઠી ચોડાવી
મનડાની મેળીએ વાટું જોવું માંણા રાજ

સાયબા મારા ઘોડલીએ ચડી આવો
હે વાલમ મારા મને પરણી લઈ જાઓ
હે જીવન જીવવું તારી સાથે પૂરી દેને સિંદૂર માથે
સમણાં ના સાવરિયા તારી હાથે માણા રાજ
સાયબા મારા ઘોડલીએ ચડી આવો
હે વાલમ મારા મને પરણીને લઈ જાઓ

હો થઈ રાતી મારી આંખડી આઝાદી નથી રાખડી
વાલમીયો કરાવે મારી આંખે ઉજાગરા
હે મન મારું ગાગર ને યાદો એની સાગર
એના રે કારણીએ મારી આંખે ઉજાગરા

હો વાતો કરે રાતો તોય પૂરી નહીં થાતી
તારા ફોનના કારણીએ મારી આંખે ઉજાગરા
હો થઈ રાતી મારી આંખડી આ જાતી નથી રાખડી
વાલમીયો કરાવે મારી આંખે ઉજાગરા
તારા ફોનના કારણીએ મારી આંખે ઉજાગરા

હે હમણાં વાલમ આવશે ને ઘેલું રે લગાડશે
એ હમણાં વાલમ આવશે ને ઘેલું રે લગાડશે
હે તારા પ્રેમમાં હું ઘેલી થઈ ગઈ છું મારા પ્રેમ ઘેલુડા
તારા પ્રેમમાં હું પાગલ થઈ ગઈ છું મારા નણંદીના વીરા
એ હમણાં વાલમ આવશે ને ઘેલું રે લગાડશે

હે ફાઈવ સ્ટાર કાના જેવો લાગે લાગે લાગે લાગે વરરાજા
રાણીને લેવા આયા આયા આયા આયા આયા વરરાજા
હે મારવાડની મોજડી ને શેરવાની ને સાફો
જાડેરી જાનુમાં વીરાનો પડે છે મોભો

નંબર વન એ લાગે હે નંબર વન એ લાગે લાગે લાગે લાગે લાગે વરરાજા
હે ફાઈવ સ્ટાર કાના જેવો લાગે લાગે લાગે લાગે વરરાજા

હે મારા દિલનો રે ધબકારો મારો સાયબો
હે મારા હૃદયે રે રમનારો મારો સાયબો
હે ઈ મારા મનનો માણીગર રે
ઈ મારા મનનો માણીગર રે નખરાળો
હે મારા રે દિલનો ધબકારો ગોવાળીયો
એવો મારા રે રુદિયે રમનારો સાયબો

હે ગમ ગમતા ઘોડલીએ લેવા આવજે
ગમ ગમતા ઘોડલીએ લેવા આવજે
હે મારા રુદિયાનો રે રાજા વાલમ તું જ છો
જાડી જાનું જોડી પરણવાને આવજે
જાડી જાનું જોડી પરણવાને આવજે

હે મારા રુદિયાનો રે રાજા વાલમ તું જ છે
હે મારા રુદિયાનો રે રાજા વાલમ તું જ છે

હો જેના આંગલણે જન્મે દીકરી છે નસીબદાર
રંકમાંથી રાજા થાતા હવે નહીં લાગે વાર લક્ષ્મીજી આવ્યા હે તે વધાવ્યા
હે જિંદગીની તારી હવે બદલાઈ જાશે રે બાજી
એને રાજી રાખશો તો ડુંગરાવાળી રાજી લક્ષ્મીજી આવ્યા હે તે વધાવ્યા

હતી પ્રેમની મહેફિલ ભરી દિલના શીખે ડીલ કરી
કિંમત વન ફોર થ્રી કહી ગયું હૈયું માખણ માખણ થઈ ગયું
કિંમત વન ફોર થ્રી કહી ગયું હૈયું માખણ માખણ થઈ ગયું
હતી પ્રેમની મહેફિલ ભરી હતી પ્રેમની મહેફિલ ભરી

હે દેવનો દીધેલો આ દીકરો છે મારો
લાડકવાયો લાગે મને પ્રાણથી રે પ્યારો
જગમાં એના જેવું કોઈ રે નથી
હો મારી રે નજરમાં છો તું રાજકુમાર
તને મારા જીવ અડકો છોડું નહીં પલવાર
જગમાં તારા જેવું કોઈ રે નથી
જગમાં તારા જેવું કોઈ રે નથી

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »