Tara Vina Mane Nai Fave Lyrics in Gujarati

Tara Vina Mane Nai Fave - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Lyrics : Ganu Bharwad
Music : Shashi Kapadia , Label : T-Series
 
Tara Vina Mane Nai Fave Lyrics in Gujarati
| તારા વિના મને નઈ ફાવે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો ડગલું ભરુ ને તારો વિચાર મને આવે
હો ડગલું ભરુ ને તારો વિચાર માને આવે
આંખ બંધ કરું ને તું નજરે મારી આવે

હો મારા વીના તને ચાલશે પણ મને નઈ ફાવે
હો વાત કરું કોઈ ને તું વાત માં જો આવે
ખાવા બેહુ તો મને ખાવા નુ ના ભાવે
હો મારા વીના તને ચાલશે પણ મને નઈ ફાવે

હો ઘડી બે ઘડી ના હોય રે રિહામણા
તમે તો લીધા ચેવા મારા થી અબોલડા
હો લવ યુ જાનુડા કઈ કોણ રે બોલાવે
તારી જેમ વાલ મને કોણ રે કરાવે

હો મારા વીના તને ચાલશે પણ મને નઈ ફાવે
હો મારા વીના તને ચાલશે પણ મને નઈ ફાવે

હો કર્યા નથી અમે કોઈ ગુનાહ રે તમારા
બાળ્યા નથી મે કુણા કાળજા તમારા
હો કર્યો છે પ્રેમ એટલે રોવા ના છે દાડા
તને રોજ મડવા અમે આવતા ભરી ભાડા

હો મને પૂછ્યા વગર તુ તો પાગલુ નોતી ભરતી
ઉજાગરા વેઠી વાતો ફોન મા રે કરતી
હો મન માની જાશે પણ દિલ ને કોણ હમજાવે
તારી જેવા લાડ મને કોણ રે લડાવે

હો મારા વીના તને ચાલશે પણ મને નઈ ફાવે
હો મારા વીના તને ચાલશે પણ મને નઈ ફાવે

હો નથી મારે જાણવું મને છોડ્યા નુ કારણ
નથી કાઢવું કોઈ વાત નુ તારણ
હો બોલ્યું ચાલ્યું માફ હવે નજરે નઈ આવીયે
રેહજો ખુશ મજા મા અમે પાછા નઈ આવીએ

હો યાદ આવે તો મને યાદ કરી લેજો
હતો કોઈ આશિક એવુ ભુલી ના જાજો
હો યાદો તારી આવે મને રોજ રે રડાવે
હસતો ચેહરો સપને રોજ આવે
હો મારા વીના તને ચાલશે પણ મને નઈ ફાવે 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »