Tara Swarup Nyara Nyara Lyrics in Gujarati

Tara Swarup Nyara Nyara - Ashit Desai
Singer & Music - Ashit Desai , Lyrics - Suren Thakar 'Mehul'
Label - Red Ribbon Gujarati
 
Tara Swarup Nyara Nyara Lyrics in Gujarati
| તારા રૂપ ન્યારા ન્યારા લિરિક્સ ગુજરાતીમાં |
 
તારા રૂપ ન્યારા ન્યારા મેં તો તનમન ધન ઓ વાર્યા
ઓ મોર મુકુટ ધરનારા ,મારી ભૂલો ના ભૂલનારા ,
દ્વારિકા વાળા , દ્વારિકા વાળા ,

તમે સત તત્વોને તાર્યા , તમે અસુર ગણો સહાર્યા ,
તમે પ્રેમ લક્ષણા થઈ ,સૌના ઉર-અંતરમાં પથરાયા ,
તમે રથને હાંક્યો , તમે ઝેરને પીધું ,
ના થયા બહુ બળવાળા ,દ્વારિકા વાળા,દ્વારિકા વાળા ,

તમે સદગુણના છો સ્વામી ,તમે સર્વેના અંતર્યામી ,
તમે અણુ અણુમાં છો , કિન્તુ તમે વિરાટમાં વસનારા ,
હે ધર્મ ધુરંધર તમે ગીતા ગાઈ, ચક્ર ચુંદર્શન વાળા ,
દ્વારિકા વાળા ,  દ્વારિકા વાળા ,

તમે શબ્દ છો મોહન પ્યારા તમે સુર છો મુરલીવાળા ,
તમે અલખ ધણીનુ આરાધન તમે સચરાચર ઘુમનારા
તમે ફેરા ટાળ્યા , તમે ભક્ત ઉગાર્યા , સામવેદ વસનારા ,

તારા રૂપ ન્યારા ન્યારા મેં તો તનમન ધન ઓ વાર્યા
ઓ મોર મુકુટ ધરનારા ,મારી ભૂલો ના ભૂલનારા ,
દ્વારિકા વાળા , દ્વારિકા વાળા , 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »