Kanudo Kanudo Lyrics in Gujarati

 
Kanudo Kanudo Lyrics in Gujarati
| કાનુડો કાનુડો લિરિક્સ ગુજરાતીમાં |
 
કાનુડો કાનુડો રંગીલો કાનુડો
કાનુડો કાનુડો રંગીલો કાનુડો
કાનુડો કાનુડો રંગીલો કાનુડો
કાનુડો કાનુડો રંગીલો કાનુડો

દુહો:
આજ આનંદ આજ ઉછરંગ, આજ સલુણો સનેહ,
સખી અમારે નગર મેં આજ કંચન વરસ્યો મેહ!

પગરવ થાય છે,
મન હરખાય છે,
મઘમઘ કેવડા યે થ્યા રે...

સચરજ ગાય છે,
સૂર રેલાય છે,
ઝગમગ દીવડા થ્યા રે...
ઝગમગ દીવડા થ્યા રે...

માયા આ કેવી લગાડે છે રે...
કાનુડો કાનુડો રંગીલો કાનુડો
રોમ રોમ રાસે રમાડે છે રે...
કાનુડો કાનુડો રંગીલો કાનુડો

રુમઝૂમ થાય છે,
રણઝણ થાય છે,
હૈયામાં ઝાંઝરિયું બાજે

ચમ ચમ આભલા,
કસ મસ કેડીયા,
માથે જોને મોરપિંચ્છ શોભે...

માયા આ કેવી લગાડે છે રે...
કાનુડો કાનુડો રંગીલો કાનુડો
રોમ રોમ રાસે રમાડે છે રે...
કાનુડો કાનુડો રંગીલો કાનુડો

છંદ:

અષાઢ ઉચારમ મેઘ મલારમ, બની બહારમ જલધારમ,
દાદુર ડકારમ મયુર પુકારમ, તડીતા તારમ વિસ્તારમ,
ના લહી સંભારમ પ્યાસ અપારમ, નંદકુમારમ નિરખ્યારી,
કહે રાધે પ્યારી હું બલીહારી ગોકુળ આવો ગીરધારી.

શ્રાવણ જલ બરસે સુંદિર સરસે બાદલ બરસે અંબરસે,
તરુવર ગીરીવરસે લતા લહરસે નદીયાં સરસે સાગરસે,
દંપતિ દુખ દરસે સેજ સમરસે લગત જહરસે દુખકારી
કહે રાધે પ્યારી હું બલીહારી ગોકુળ આવો ગીરધારી. 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »