Giridhar Lyrics in Gujarati

Giridhar - Birju Barot
Singer : Birju Barot , Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Label : Soorpancham Beats
 
Giridhar Lyrics in Gujarati
| ગિરધારી લિરિક્સ ગુજરાતીમાં |
 
હે મામા કંસે તે રાજગ આદરો
હે મામા કંસે તે રાજગ આદરો
હારે કાઈ પડ્યા કમળ કેરા કામ
હારે કાઈ પડ્યા કમળ કેરા કામ
લીલા હો ગિરધારી
હે મામા કંસે કંકોત્રી મોકલી
હરે કાઈ દેજો ભાણેજને રે હાથ
હરે કાઈ દેજો ભાણેજને રે હાથ
લીલા હો ગિરધારી
હે મામા કંસે તે રાજગ આદરો

હે ભાણેજ આવોતો કમળ ભારો લાવજો
હે નયતો જા જો દેશ પરદેશ
હે નયતો જા જો દેશ પરદેશ
લીલા હો ગિરધારી
હે વાલે સોનાનો દડુલીયો દોડાવિયો
હે દડો પડો કલીધ્રાની માય
હારે દડો પડો કલીધ્રાની માય
લીલા હો ગિરધારી
હે મામા કંસે તે રાજગ આદરો

હેવાલે કેશરીયા વાધા ઉતારીયા
એ વાલો પડ્યા કાળી ધરાની માઇ
વાલો પડ્યા કાળી ધરાની માઇ
લીલા હો ગિરધારી
હે વયો જાને વયો જાને નાના બાળકા
હે તારા મુખડે ગંધાય છે રે દૂધ
હારે  તારા મુખડે ગંધાય છે રે દૂધ
લીલા હો ગિરધારી
હે મામા કંસે તે રાજગ આદરો

હે હાલતો થાને ઓ નાના રે બાળકા
હે તારા વેરીએ બતાવે ન વાટ
હારે તારા વેરીએ બતાવે ન વાટ
લીલા હો ગિરધારી
હે જગાડ જગાડ નાગણી તારા નાગને
હે નયતો સુતો નાથું તારો નાગ
હારે નયતો સુતો નાથું તારો નાગ
લીલા હો ગિરધારી
હે મામા કંસે તે રાજગ આદરો

હો વાલા ડાભણાના ફેણ નાગ નાથિયો
હે મારો વાલો થયા અસવાર
હારે મારો વાલો થયા અસવાર
લીલા હો ગિરધારી
હે પેલી નાગણીયો ઓળા કોળા પાથરે
એ અમે નોતા ઓળખા દીના નાથ
હારે અમે નોતા ઓળખા દીના નાથ
લીલા હો ગિરધારી
હે મામા કંસે તે રાજગ આદરો

હે મેતો ધાવતા વાછરૂને નોતા વાળીયા
હે મને શેના લાગ્યા અપરાધ
હારે મને શેના લાગ્યા અપરાધ
લીલા હો ગિરધારી
હે મેતો ઘીમા તે તેલ નોતા ભેળવીયા
હે મને કોના લાગ્યારે અપરાધ
હારે મને કોના લાગ્યારે અપરાધ
લીલા હો ગિરધારી
હે મામા કંસે તે રાજગ આદરો

હે વાલાયે કાળીતે નાગ ને નાથિયો
હે મારો વાલો થયા અસવાર
હારે મારો વાલો થયા અસવાર
લીલા હો ગિરધારી
હે વાલો આયા મામાના ઘેર મોહાળમાં
હે મામા લ્યોને કમળના રે ફૂલ
હારે મામા લ્યોને કમળના રે ફૂલ
લીલા હો ગિરધારી
હે મામા કંસે તે રાજગ આદરો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »