Ame Jivi Laishu Lyrics in Gujarati

Ame Jivi Laishu - Kajal Maheriya
Singer - Kajal Maheriya , Music - Ravi Nagar, Rahul Nadiya
Lyrics - Brijesh Daderiya (Mahek) , Label- Saregama India Limited
 
Ame Jivi Laishu Lyrics in Gujarati
| અમે જીવી લેશુ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો તું છોડી દઈશ તો શું અમે મારી જઈશું
હો તું છોડી દઈશ તો શું અમે મારી જઈશું
જખમ આપ્યા દિલને તે હસીને સહી લઈશું
આવીને જોઈ લેજે અમે જીવી લઈશું
તું આવીને જોઈ લેજે અમે જીવી લઈશું

હો હવે તને યાદ કે ફરિયાદ ના કરીશું
ફરી તારી વાતોનો વિશ્વાસ ના કરીશું
હો દર્દો સાથે દોસ્તી અમે કરી લઈશું
દર્દો સાથે દોસ્તી અમે કરી લઈશું
આવીને જોઈ લેજે અમે જીવી લઈશું
તું આવીને જોઈ લેજે અમે જીવી લઈશું

હો મહોબનતા માર્ગે મળી છે જુદાઈ
ચારેકોર ઘેરી વળી અમને તન્હાઈ
હો ...અમે જે ના માટે આ દુનિયા ભુલાઈ
અનેજ અમારી વફાને ઠુકરાઈ
હો હવે ખોટા દિલાસા ના દિલને દઈશું
અમે ભુલી જઈશું તારૂં નામ ના લઈશું
હો ગમની આગમાં ના અમે રે બળીશું
ગમની આગમાં ના અમે રે બળીશું
આવીને જોઈ લેજે અમે જીવી લઈશું
તું આવીને જોઈ લેજે અમે જીવી લઈશું

હો માન્યું તું શું ને નીકળ્યો તું કેવો
કરશે ના કોઈ તને પ્રેમ મારા જેવો
હો લીધો છે તે ભલે બીજાનો સહારો
આવશે તારો પણ જો જે રડવાનો વારો
હો આંશુને હસીમાં છુપાવી લઈશું
પાછા ના ફરીશું અમે દૂર જતા રઈશું
અફસોસ થશે તને અમે ના મળીશું
અફસોસ થશે તને અમે ના મળીશું
આવીને જોઈ લેજે અમે જીવી લઈશું
તું આવીને જોઈ લેજે અમે જીવી લઈશું

હો તું છોડી દઈશ તો શું અમે મારી જઈશું
જખમ આપ્યા દિલને તે હસીને સહી લઈશું
આવીને જોઈ લેજે અમે જીવી લઈશું
આવીને જોઈ લેજે અમે જીવી લઈશું
આવીને જોઈ લેજે અમે જીવી લઈશું 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »