Juvo Chhabi Sundarvar Keri Lyrics Lyrics in Gujarati

Juvo Chhabi Sundarvar Keri Lyrics
Swaminarayan Bhajan Lyrics
 
Juvo Chhabi Sundarvar Keri Lyrics  Lyrics in Gujarati
|  જુવો છબી શ્યામ સુંદરવર કેરી લિરિક્સ |
 
 જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે…2
હીરની નાડી સૂંથણલી સોનેરી રે…2
જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે
 
જરકસી, હા જરકસી જામો બુટ્ટાદાર રે
જરકસી જામો બુટ્ટાદાર રે
સિયો કમર સોનેરી કટાર રે...૨
જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે
 
શિર પર, શિર પર પાઘ પેચાળી નવરંગી રે
શિર પર પાઘ પેચાળી નવરંગી રે
કાને ગુચ્છ ગુલાબી માથે કલંગી રે...૨
જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે
 
ગજરા તોરા, ગજરા તોરા ગળે ગુલાબના હાર રે
ગજરા તોરા ગળે ગુલાબના હાર રે
આવી ઉપર ભ્રમર કરે છે ગુંજાર રે...૨
જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે
 
પોંચી કડાં, પોંચી કડાં બાંયે બાજૂબંધ રે
પોંચી કડાં બાંયે બાજૂબંધ રે
નંગ જડ્યાં કુંડળ મોતીનાં વૃંદ રે...૨
જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે
 
વેગે જુઓ, વેગે જુઓ વરણાગિયો વનમાળી રે
વેગે જુઓ વરણાગિયો વનમાળી રે
શીતળ થયો ભૂમાનંદ કહે ભાળી રે....૨
જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »