Ha Baai Lyrics in Gujarati

Ha Baai - Aniruddh Ahir
Singer - Aniruddh Ahir , Music - Shivam Gundecha
Lyrics - Ramesh Chhanga , Label - Aniruddh Ahir
 
Ha Baai Lyrics in Gujarati
 
જય શ્રી મા વાઘેશ્વરી
-દુહો-
વાઘેશ્વરી વરદાઇની, મા પરમેશ્વરી પ્રાણદાત્
શ્વાસે શ્વાસે મા ઈશ્વરી, માડી વિશ્વેશ્વરી વિખ્યાત.

(છંદ હરીગીત)
સમરણ કરૂં મા શારદા, વાણી રૂપે વાઘેશ્વરી,
સંતાપ સઘળા ટાળજો, મા આદ્યશક્તિ ઇશ્વરી.
કરણી અને કથની તણાં સહું દોષને પરખાવજૈ,
અરદા કરૂં મા આટલી હાબાય હામું પુરજે.

દુઃખ, દર્દ આવે છો ભલે સઘડા મળી સંસારમાં,
સમ ભાવથી ભજતો રહું તુજ નામના વિસ્તારમાં
માંગું ફકત મા એટલું બસ સહનશક્તિ આપજે,
અરદા કરૂં મા આટલી હાબાય હામું પુરજે.

હસતી કદી, રડતી કદી, પડતી ને આખડતી રહી,
પળ પળ લપસતી જીંદગી, તુજ તાંતણે ટકતી રહી,
જંજારની રંઝાડથી આઇ આવને ઉગારજે,
અરદા કરૂં મા આટલી હાબાય હામું પુરજે.

હાકલ કરે, હાજર થતી, હાબાય ધ્રોડી આવતી,
સમરૂ હબાઇ માતને, ત્યાં ગગન નાદ ગજાવતી.
ભટકેલ ભોળા બાળને, મા ભગવતી ભવ તારજે,
અરદા કરૂં મા આટલી હાબાય હામું પુરજે.

વંદન કરૂં વાઘેશ્વરી, ભવતારીણી માતેશ્વરી,
ભુલો સહીત સૌ બાળને સ્વિકારજો પરમેશ્વરી.
લખણે કદી લપસું તો મા લપડાક મારી વારજે,
અરદા કરૂં મા આટલી હાબાય હામું પૂરજે.
 શ્રી મા વાઘેશ્વરીના ચરણોમાં

રચયિતા - રમેશ છાંગા
-મમુઆરા 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »