Jag Jiti Jav Jo Tame Hoi Mari Sathe Lyrics in Gujarati

Jag Jiti Jav Jo Tame Hoi Mari Sathe - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Lyrics : Ramesh Vachiya
Music : Dipesh Chavda , Label : S.S.Digital
 
Jag Jiti Jav Jo Tame Hoi Mari Sathe Lyrics in Gujarati
| જગ જીતી જાવ જો તમે હોઈ મારી સાથે લિરિક્સ ગુજરાતીમાં |
 
હું છું ધડકનને તમે ધબકારો
શ્વાસથી વધારે વિશ્વાસ તમે મારો
હું છું દરિયોને તમે કિનારો
ચમ હમજાવું તમે જીવ છો મારો

તમે હોઈ જો મારી સાથે
તમે હોઈ જો મારી સાથે
મને હર પળ એવું લાગે
જગ જીતી લઉ જો તમે હોઈ સાથે
સાથ મળે તારો હર વાતે
દુઃખ નથી મારે કોઈ વાતે
ભવ તરી જઉં જો તમે હોઈ સાથે

તમારા પગલે ઘર મંદિર બન્યું
તમે મલ્યાને જાણે સ્વર્ગ રે મળ્યું
તમે હોઈ જો મારી સાથે
મને હર પળ એવું લાગે
જગ જીતી લઉ જો તમે હોઈ સાથે
જિંદગી તરી જઉં જો તમે હોઈ સાથે

મારા માટે દુનિયામાં એક તું અનમોલ છે
તારા રે પ્રેમનો ક્યાં કોઈ મોલ છે
સારસ પંખીડા જેવી તારી મારી જોડ છે
સાત જનમની બાંધેલી આ દોર છે

તને કંઈ થાય તો જીવ મારો જાય
હરપળ હરઘડી ચિંતા તારી થાય
જોતો રહું હું તમારી સામે
તારા વિના ઘડીયે ના ચાલે
જીવ વારી જઉં હું તમારી રે માથે
જગ જીતી લઉ જો તમે હોઈ સાથે

દિલના દર્પણમાં તસ્વીર તમારી
નાની મારી જિંદગીની મોટી તું કહાની
અમારી જિંદગીમાં તમારી મહેરબાની
દિલના મહેલના તમે છો રાણી
ગુજરાતીટ્રેક્સ.કોમ

તારીથી રાત મારી તારાથી સવાર
માનું છું મુજને બહુ નસીબદાર
સાથ મળે તારો હાર વાતે
દુઃખ નથી મારે કોઈ વાતે
ભવ તરી જઉં જો તમે હોઈ સાથે
જિંદગી તરી જઉં જો તમે હોઈ સાથે
મારો જીવ વારી જઉં હું તમારી રે માથે
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »