Maan Na Mohanji Lyrics in Gujarati

Maan Na Mohanji - Rajesh Ahir
Singer - Rajesh Ahir & Sabhiben Ahir
Music -  Shivam Gundecha
Lyrics - Sabhiben Ahir & Pratik Ahir
Label - Rajesh Ahir
 
Maan Na Mohanji Lyrics in Gujarati
| મનના મોહનજી લિરિક્સ ગુજરાતીમાં |
 
ઝૂલડીને કારણે વાલો જઇ જમુના માં બેઠા જો
ઝૂલડીને કારણે વાલો જઇ જમુના માં બેઠા જો
માતા યશોદા રિસે ભરાણ
માતા યશોદા રિસે ભરાણ
જઇ ઓટલિયે બેઠા

મનના મોહનજી રે
તનના ત્રિકમજી રે
રાયરણછોડ જી રે
જુલડી ક્યાં વિહારી આવ્યા

મથુરાથી મોંઘામુલ નો કાપડું મનગાવુંજો
હૈયા કેરા તાર ગુથીને મોરલીયા ચિતરાવું જો
સોના રૂપાની ઘૂઘરીયુંને
સોના રૂપાની ઘૂઘરીયુંને
મોતીડે મઢાવું
મનના મોહનજી રે
તનના ત્રિકમજી રે
રાયરણછોડ જી રે
જુલડી ક્યાં વિહારી આવ્યા
ગુજરાતીટ્રેક્સ.કોમ

ગોકુળ કેરી ગોવાલણ મહિડા વેચવા હાલી જો
મારગ રોકી કાન કુંવર મહિડા એના ઢોળે જો
માખણ મિસરી ખાવે વાલો
માખણ મિસરી ખાવે વાલો
ભાઈબંધોની ભેળા
મનના મોહનજી રે
તનના ત્રિકમજી રે
રાયરણછોડ જી રે
જુલડી ક્યાં વિહારી આવ્યા

વનરાવની વાટે કાનો વાહલડી વગાળે જો
ગોપીયો સંગાથે રાધા રાણી રમવા આવે જો
રાસ રચાવે છેલ છોગળો
રાસ રચાવે શ્યામ છોગળો
માધવ છે મતવાલો
મનના મોહનજી રે
તનના ત્રિકમજી રે
રાયરણછોડ જી રે
જુલડી ક્યાં વિહારી આવ્યા

ડાકોર કેરી ડેલીયે થી અભળીયા મનગાવું જો
દ્વારિકાની શેરીયુંમાં જુલડિયું સિવરાવુજો
દ્વારિકના દેવળે આવું
ઠાકર તારા નેહડે આવુ
જુલડી પહેરાવુ
મનના મોહનજી રે
તનના ત્રિકમજી રે
રાયરણછોડ જી રે
જુલડી ક્યાં વિહારી આવ્યા

હે ...ગાયું ગોવાળિયા ગોંધરે
હે વાલા જોતા તારીય વાટ
હે ...એવો સીધને રિહાણો શામળા
હે કા બેઠો જમના ને ઘાટ
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »