Mare Lagani Lagi Che Ghanshyamni
Mare Lagani Lagi Che Ghanshyamni Lyrics in Gujarati
| મારે લગની લાગી છે ઘનશ્યામની લિરિક્સ ગુજરાતીમાં |
મારે લગની લાગી છે ઘનશ્યામની જી હો,
નહીં રે ડરૂ લોક લાજથી રે;
મારે રટના લાગી છે એના નામની જી હો,
નિર્ભે થઈ હું તો આજથી રે
મારે લગની લાગી છે...
મારા પ્રાણના જીવન ઘનશ્યામ છે,
મારે સુખ સંપત એનું નામ છે જી હો
મારે લગની લાગી છે...
મારે એક આશા છે ઘનશ્યામની,
હું તો માળા જપું છું એના નામની જી હો
મારે લગની લાગી છે...
મારે સર્વસ્વ શ્રી ઘનશ્યામ છે,
મારે એ વિના બીજું હરામ છે જી હો
મારે લગની લાગી છે...
ગુજરાતીટ્રેક્સ.કોમ
મારે ઈષ્ટ ઘનશ્યામ સુખધામ છે,
પ્રેમાનંદ જોઈ પુરણકામ છે જી હો
મારે લગની લાગી છે...
ConversionConversion EmoticonEmoticon