Me Sapna Tara Joya Lyrics in Gujarati

Me Sapna Tara Joya - Sanjay Bhandu
Singer : Sanjay Bhandu , Music : Nitin Solanki
Lyrics : Chetan Ranela , Label : Soorpancham Beats
 
Me Sapna Tara Joya Lyrics in Gujarati
| મેં સપના તારા રે જોયા લિરિક્સ ગુજરાતીમાં |
 
હો મેં સપના તારા રે જોયા
તે સપના મારા રે તોડ્યા

મેં સપના તારા રે જોયા
તે સપના મારા રે તોડ્યા
સાથે જીવવા ના કોલ રે દીધા
તે કોલ તોડી રે દીધા
હે આવું કઠણ કાળજું કેમ કર્યું
હે આવું કઠણ કાળજું કેમ કર્યું
હે તને આવું કરી શું મળ્યું
હે મને અધવચ્ચે મેલી હાલ્યા
અમે તમારી પાછળ રડ્યા
હો મેં સપના તારા રે જોયા
તે સપના મારા રે તોડ્યા

હો તુટ્યા અરમાનો ને છુટ્યો સથવારો
તારી પાછળ મારો બગડ્યો જન્મારો
તુટ્યા અરમાનો ને છુટ્યો સથવારો
તારી પાછળ મારો બગડ્યો જન્મારો
હે મધ દરિયે ડુબાડી દીધો
હે મધ દરિયે ડુબાડી દીધો
તારા ઝેર નો પિયાલો પીધો
મારો છોડ મુરઝાઈ ગયો
મારો પ્રેમ ભુસાઈ ગયો
હો મેં સપના તારા રે જોયા
તે સપના મારા રે તોડ્યા

હો વિધાતા ને કહેવું છે એટલું મારે
પ્રેમ કરાવી પછી કેમ રે રડાવે
હો વિધાતા ને કહેવું છે એટલું મારે
પ્રેમ કરાવી પછી કેમ રે રડાવે
હો કયા ગુના ની સજા રે મળી
હો કયા ગુના ની સજા રે મળી
હો પેલા પ્રેમ પછી જુદાઈ મળી
રૂંવે આંખ ને રૂંવે કાળજું
અમે જીવસુ તો ફરી મળશુ
હો મેં સપના તારા રે જોયા
તે સપના મારા રે તોડ્યા
હો મેં સપના તારા રે જોયા
તે સપના મારા રે તોડ્યા
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »