Laherkhi Lyrics in Gujarati

 
Laherkhi Lyrics in Gujarati
| લહેરખી લિરિક્સ ગુજરાતીમાં |
 
વર્ષો પછી એક સાંજ મળી છે
મારી ને તારી આંખ મળી છે
વર્ષો પછી એક સાંજ મળી છે
મારી ને તારી આંખ મળી છે

વ્હાલનો વાયરો ઘેરી રહ્યો છે
પ્રેમના પતંગ ને પાંખ મળી છે

શ્વાસોમાં જમખી રહી
મખમલી લહેરખી
આંખોમાં મલકી રહી
મખમલી લહેરખી

શ્વાસોમાં જમખી રહી
મખમલી લહેરખી
આંખોમાં મલકી રહી
મખમલી લહેરખી

થોડા સવાલો છે
 આંખો ની પાળે
થોડું હું સમજાવું
થોડું તું સંભાળે
સૂર્યોદય મારા મન ને સ્પર્ષે
સાંજ ના રંગ મન ને સંભાળે
તે આવી ને કરી વ્હાલની વાવણી
તે આવી ને કરી ભીની લાગણી


શ્વાસો માં જમખી રહી
મખમલી લહેરખી
આંખો માં મલકી રહી
મખમલી લહેરખી

શ્વાસો માં છલકી રહી
મખમલી લહેરખી
આંખો માં મલકી રહી
મખમલી લહેરખી

ઉમીદોની આરતી લઇ
ઉભી છું હું ડેલીએ
સપના ના ફૂલ ઉભા છે
મનની અત્રંગી મેડિયે
અમે મૌન કર્યા ખુદ ને
તારા સૌ સંવાદ
એક ઈશારો કરો હવે
તો મન મુકી ને બોલીયે
રાહ બની ગઈ રે સખી

શ્વાસો માં છલકી રહી
મખમલી લહેરખી
આંખો માં મલકી રહી
મખમલી લહેરખી

શ્વાસો માં સલકી રહી
મખમલી લહેરખી
આંખો માં મલકી રહી
મખમલી લહેરખી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »