Aato Mara Madi Na Rath No Rankar Lyrics in Gujarati

Aato Mara Madi Na Rath No Rankar
Singer : Bhavna Labadiya
Music: Umesh Kacha
Label : Soor Mandir
 
Aato Mara Madi Na Rath No Rankar Lyrics in Gujarati
(આતો મારા માડીના રથ નો રણકાર લિરિક્સ ગુજરાતીમાં)
 
આતો મારા માજીના રથનો રણકાર , રથનો રણકાર
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આતો મારા માજીના રથનો રણકાર , રથનો રણકાર
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો

રૂમઝૂમતો રાચતો રણઝણતો નાચતો
રૂમઝૂમતો રાચતો રણઝણતો નાચતો
ઝમકંતા ઝાંઝરનો ઝીણો ઝણકાર, ઝીણો ઝણકાર
આવો ઝણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો

ધીમો ધીમો ચાલતો મીઠો મીઠો લાગતો
ધીમો ધીમો ચાલતો મીઠો મીઠો લાગતો
ધામકંતા ઘુઘરી નો ઘેરો ઘમકાર ,ઘેરો ઘમકાર
આવો ઘમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આવો ઘમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો

ચાચરમા જાગતો ગબ્બરમા ગાંજતો
ચાચરમા જાગતો ગબ્બરમા ગાંજતો
દિવ્ય દેવી તેજનો જ્યોતિ ઝબકાર ,જ્યોતિ ઝબકાર
આવો ઝબકાર મે તો ક્યાંય નથી સાંભળ્યો
www.gujaratitracks.com
આવો ઝબકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો

રથ માંથી અમૃતના છાંટણા રે છાંટતી
રથ માંથી અમૃતના છાંટણા રે છાંટતી
મારી ‘મા’ અંબા નો જય હો જયકાર ,જય હો જયકાર
આવો જયકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આતો મારા માજીના રથનો રણકાર , રથનો રણકાર
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »