Kok Var Aavta Ne Lyrics in Gujarati

Kok Var Aavta Ne Lyrics in Gujarati
 
Kok Var Aavta Ne Lyrics in Gujarati

(કોકવાર આવતા ને જાતા મળો છો લિરિક્સ ગુજરાતીમાં)

 કોકવાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણુ સારૂ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારૂ

પુનમનો ચાંદ જ્યા ઉગે આકાશમાં ત્યાં ઉછળે છે સાગરના નીર
મારૂ એ ઉર હવે ઉછળવા ચાહે એવુ બન્યુ છે આજ તો અધીર

સાગરને તીર તમે આવોને ચાંદ સા ખીલી રહો તો ઘણુ સારૂ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારૂ

મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે કોયલ કરે છે ટહુકારો
આવો તમે તો મન ટહુકે આનંદમાં, ખીલી ઉઠે આ બાગ મારો

શાને સતાવો મારી ઉરની સિતારના, તારો છેડો તો ઘણુ સારૂ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારૂ

કોકવાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણુ સારૂ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારૂ

:- મહેશ શાહ

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »