Gayal Nagar Lyrics in Gujarati

Gayal Nagar - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad
Music : Sashi Kapadiya & Vipul Prajapati
Lyrics : Raghuvir Barot & Anil Mir
Label : Kaushik Bharwad Official
 
Gayal Nagar Lyrics in Gujarati
(ઘાયલ નગર લિરિક્સ ગુજરાતીમાં)
 
હો કરમે લખણી કાળી રાતડી
આ ઘાયલ નગરમા જોવુ વાટડી
એ જનમો જનમની હતી પ્રીતડી
યાદ આવેને રોવે આંખડી
હો રડી જાય છે મારી આંખડી
યાદ આવે છે એની વાતડી
હો એની મારી થઇ ગઈ દુરી શું હતી મજબુરી
મને કહેવા એના રઈ રઈ ગઈ પ્રેમ કહાની અધુરી
હો કરમે લખણી કાળી રાતડી
ઘાયલ નગરમા જોવુ વાટડી
એ ઘાયલ નગરમા જોવુ વાટડી

હો રાહ જોઈને ઉભો છું જ્યાં આપડે રોજ મળતા
ગોતી ગોતી થાક્યો તોઈ તમે ના જોવા મળતા
હો ...મારા માટે લાવતી તું રોજ રે જમવાનું
હાથે તારા ખવરાતી એ કેમ કરી ભુલાવુ
એ મને હેતે કરતી વાલ આવી પુછતી મારા હાલ ચાલ
મારા કરતા પણ વધારે રાખતી મારી એ હમભાળ
હો કેમ ભુલાય એની લાગણી
ઘાયલ નગરમા જોવુ વાટડી
એ આ ઘાયલ નગરમા જોવુ વાટડી
www.gujaratitracks.com

હો જ્યારથી ગયા છો તમે કઈ ના મને હુજે
જ્યાં જોવું ત્યાં તું દેખાતી મન ના લાગે બીજે
હો ...ખાવા પીવાનું ભાવેના મને આવે ના નીદરડી  
યાદ કરીને તને મારી રોજ બળે આતરડી
એ એના વિના મારી જિંદગી હવે થઈ ગઈ છે અધુરી
મળવું હોઈ તો મળી લે હવે થાઈ છે જિંદગી પુરી
હે કાળી અંધારી લાગે રાતડી
ઘાયલ નગરમા જોવુ વાટડી
એ આ ઘાયલ નગરમા જોવુ વાટડી  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »