Seher To Seher Gamdu Ae Gamdu Lyrics in Gujarati

Seher To Seher Gamdu Ae Gamdu - Kajal Prajapati
Singer : Kajal Prajapati
Music : Ravi - Rahul
Lyrics : Priyanka Prajapati
Label : Jaydip Soni Production
 
Seher To Seher Gamdu Ae Gamdu Lyrics in Gujarati
 
શહેર તો બસ શહેર છે
ગામડું એ મારી શાન છે
શહેર તો બસ શહેર છે
ગામડું એ મારી શાન છે
શહેર તો શહેર છે ગામડું એ ગામડું
શહેર તો શહેર છે ગામડું એ ગામડું
હોય લંકા મા હોનું આપણા શું કામ નું
શહેર તો શહેર છે ગામડું એ ગામડું
હોય લંકા મા હોનું આપણા શું કામ નું
શહેર મા અવનવી ફેશન હું રાજ છે
ગામડા મા મર્યાદા સંસ્કૃતિ શાન છે
ભોળા માનવીઓ દિલ ના દાતાર છે
એક બીજા ને આપે માન સન્માન એ
મારા તે ગોમડે રોજ લીલા લેર છે
શહેર તો શહેર છે ગામડું એ ગામડું
હોય લંકા મા હોનું આપડા શું કામ નું
હોય લંકા મા હોનું આપડા શું કામ નું

ગામડા મા હજુ છે માન ને મર્યાદા
વડીલો ને માન આપે દિલ ના છે રાજા
ઘરની વહુવારું ઘૂઘટામા રહેતી
એની મર્યાદા મા રહી વાત કેતી
શહેર મા મોટા મોટા બંગલા ને ગાડીઓ
મારાતે ગોમડે સેતર ને વાડીયો
એકમેક થઇ ને સદા સાથ મા રેનાર છે
ઘર ના ગરીબ પણ દલ ના દાતાર છે
મારુ ગામડું લીલી વડલાની છાંય છે
શહેર તો શહેર છે ગામડું એ ગામડું
શહેર તો શહેર છે ગામડું એ ગામડું
હોય લંકામા હોનું આપડા શું કામ નું
હોય લંકામા હોનું આપડા શું કામ નું

શહેર મા ક્યાંથી મળે ગામડા નું કલ્ચર
જ્યાં જોવો ભીડ ભારે ને ભરચક
તારું ને મારુ શહેર મા સૌ કરતા
પૈસા ને માન છે પૈસો પરમેશ્વર
શહેર મા ફરવા મોટી મોટી ગાડીઓ
મારાતે ગોમડે લીલુડી વાડીયો
ગામડા મા હજુ છે એક બીજા ને માન
શહેર મા હજુ નથી એનું રે કોઈને ભાન
મારા ગોમડા ની નોખી ને રુડી શાન
શહેર તો શહેર છે ગામડું એ ગામડું
શહેર તો શહેર છે ગામડું એ ગામડું
હોય લંકામા હોનું આપડા શું કામ નું
હોય લંકામા હોનું આપડા શું કામ નું
હોય લંકામા હોનું આપડા શું કામ નું

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »