Tane Hachi Hamjine Prem kariyo Lyrics in Gujarati

Tane Hachi Hamjine Prem kariyo - Rakesh Barot
Singer : Rakesh Barot
Music : Ravi Rahul
Lyrics : Chandu Raval
Label  : Soorpancham Beats
 
Tane Hachi Hamjine Prem kariyo Lyrics in Gujarati
 
એ તને હાચી હમજીને પ્રેમ કર્યો
તારા પર મર્યો જાનુડી તું જૂઠી નેંકળી
એ તારો ગળા હુધી વિશ્વાશ કર્યો
તોયે હું મર્યો  જાનુડી તું જૂઠી નેંકળી
હે જૂઠી નેંકળી બેવફા નેંકળી
બેવફા નેંકળી તું દગાળી નેંકળી
એ તેતો ઘરનો કે ઘાટનો ના રાખ્યો
દરવાજો દિલનો વાચ્યો જાનુડી તું જૂઠી નેંકળી
એ તને હાચી હમજીને પ્રેમ કર્યો
તારા પર મર્યો જાનુડી તું જૂઠી નેંકળી

એ ભઈબંધો કેતા મને હાચવીને હેંડજે
જમાનો જૂઠો છે તું પ્રેમમાં ના પડજે
હો તારા હારું  ભઈબંધો મેતો છોડ્યા
તારો પ્રેમ પામવા હાથ દુનિયાને મે જોડ્યા
તોય તે તારી જાત બતાઈ
તને શરમ ના આઈ
એ તને ભોળી પારેવડી મેતો જોણી
મારી ભૂલ હમજોની જાનુડી તું જૂઠી નેંકળી
એ હાચી હમજીને પ્રેમ કર્યો તારા પર હું મર્યો
જાનુડી તું જૂઠી નેંકળી

હો તારા ભરોશે હૂતો થઈ ગયો રખડતો
શું કરુવું મને મારગ નથી જડતો
હો હાચ્ચું કેને તને હું શું રે નડતો
પ્રેમનું નાટક કરી ચમ મેલ્યો પડતો
હે જારે જા જૂઠી તારું મોઢું નથી જોવું
હવે મારે તને બીજું કોઈ નથી કેવું
એ હવે યાદ તને ના કરીશું ભલે જુરી જુરી મરશું
જાનુડી તું જૂઠી નેંકળી
એ હાચી હમજીને પ્રેમ કર્યો
તારા પર મર્યો જાનુડી તું જૂઠી નેંકળી
જાનુડી તું જૂઠી નેંકળી
જા જૂઠી તું તો જૂઠી નેંકળી  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »