Tame Gotilo Aap Sharir Lyrics in Gujarati

Tame Gotilo Aap Sharir - Praful Dave
Singer : Praful Dave
Music : Pankaj Bhatt
Lyrics : Rajesh Chauhan
Lable : Shivam
 
 
Tame Gotilo Aap Sharir Lyrics in Gujarati
 
એ મારુ મારુ મારુ કરીને મરી જાવું
અને તારું નથી તલભાર
અંતે જાવું તારે એકલા
તારી હારે જોને તારા પુર્ણ્ય ને પાપ

તમે ગોતીલો આપ શરીર મોરા વીરા
તમે ગોતીલો આપ શરીર મોરા વીરા રે
જેને પીવાલા પાયા પ્રેમના હો જી
જેને પીવાલા પાયા પ્રેમના હો જી

તમે ગોતીલો આપ શરીર મોરા વીરા
તમે ગોતીલો આપ શરીર મોરા વીરા રે
જેને પીવાલા પાયા પ્રેમના હો જી
એ વ્હાલા જેને પીવાલા પાયા પ્રેમના રે જી

હે આરે કાયામાં સંતો વાવડી હો જી
આરે કાયામાં સંતો વાવડી હો જી
એ તિયાં પાણી ભરે પનિહાર મોરા વીરા
ત્યાં પાણીડાં ભરે પનિહાર મોરા વીરા રે
વિના ઘડો ને વિના દોરડે હો જી
વિના ઘડો ને વિના દોરડે હો જી

તમે ગોતીલો આપ શરીર મોરા વીરા
તમે ગોતીલો આપ શરીર મોરા વીરા રે
જેને પીવાલા પાયા પ્રેમના હો જી
જેને પીવાલા પાયા પ્રેમના રે જી

આરે કાયામાં સંતો હાટડી હો જી
આરે કાયામાં સંતો હાટડી હો જી
એ તિયાં વણજયું કરે વેપારી મોરા વીરા
ત્યાં વણજયું કરે વેપારી મોરા વીરા રે
વિના દાંડી ને વિના ત્રાજવે હો જી
વિના દાંડી ને વિના ત્રાજવે હો જી

તમે ગોતીલો આપ શરીર મોરા વીરા
તમે ગોતીલો આપ શરીર મોરા વીરા રે
જેને પીવાલા પાયા પ્રેમના હો જી
એ વ્હાલા જેને પીવાલા પાયા પ્રેમના રે જી

આરે કાયામાં સંતો ધોબી વસ્યા હો જી
આરે કાયામાં સંતો ધોબી વસ્યા હો જી
એતો કપડાં ધોવે નિરાધાર મોરા વીરા
જોને કપડાં ધોવે નિરાધાર મોરા વીરા રે
વિના સાબુને વિના પાણી એ હો જી
વિના સાબુને વિના પાણી એ હો જી

તમે ગોતીલો આપ શરીર મોરા વીરા
તમે ગોતીલો આપ શરીર મોરા વીરા રે
જેને પીવાલા પાયા પ્રેમના હો જી
એ વ્હાલા જેને પીવાલા પાયા પ્રેમના રે જી

ગુરુ પ્રતાપે જતી ગોરખ બોલ્યા જી
ગુરુ પ્રતાપે જતી ગોરખ બોલ્યા જી
એ મારા સંતોનો અમરાપર વાસ મોરા વીરા
મારા સંતોનો અમરાપર વાસ મોરા વીરા
જેને પીવાલા પાયા પ્રેમના હો જી
જેને પીવાલા પાયા પ્રેમના હો જી

તમે ગોતીલો આપ શરીર મોરા વીરા
તમે ગોતીલો આપ શરીર મોરા વીરા રે
જેને પીવાલા પાયા પ્રેમના હો જી
જેને પીવાલા પાયા પ્રેમના હો જી
એ વ્હાલા જેને પીવાલા પાયા પ્રેમના રે જી
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »