Mena Rani Manma Vashi Lyrics in Gujarati

Mena Rani Manma Vashi - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Ketan Barot
Music : Dhaval Kapadia
Label : JIGNESH BAROT

Mena Rani Manma Vashi Lyrics in Gujarati
 
હો હો હો પાતળી કમર હરણી જેવી ચાલ રે
કે મેના રાણી મનમાં વસી રે
હો જોઈ એને દલના ડોલ્યા તાર રે
કે મેના રાણી મનમાં વસી રે
હે અણિયારી આંખનો નેણો મને લાગ્યો
ચટકંતી ચાલ જોઈ ઝટકો મને લાગ્યો
અરે બની ગઈ એતો મારી જાન રે
કે મેના રાણી મનમાં વસી રે
હે  પાતળી કમર હરણી જેવી ચાલ રે
કે મેના રાણી મનમાં વસી રે

હે ચ્યોંતી આઈ નમણી નાર મારા રે મલકમાં
ચોઈ ના જોઈ મેતો એના જેવી રે જગમાં
હો હો હો હૈયું હરખી ને મારુ રહે નહિ હાથમાં
મોનતુ નથી મન મારુ બીજી કોઈ વાતમાં
અરે ચાંદ શરમાઈ એવો લટકો એનો લાગ્યો
મારી બનાવાનો ઉમળકો રે જાગ્યો
હા માયા લાગી મને એના રૂપની
કે મેના રાણી મનમાં વસી રે
હે  પાતળી કમર હરણી જેવી ચાલ રે
કે મેના રાણી મનમાં વસી રે

અરે કાળા ભમ્મર વાળ એના કાજળયાળી આંખડી
તારીફ શું કરું હવે હું તો એના શોખની
હો હો લાગે મુસ્કાન મને જબરી એના હોઠની
થઈ ગયો મને પ્રેમ એની હારે હાચ્ચાં દિલથી
અરે મોની લીધી મેં તો એને રૂદિયાની રાણી
ભરવા છે એને મારા ઘરના રે પોણી
હા કેતા જજો મળશો ચિયા ગોમરે
કે તમે મારા મનમાં  વસ્યા રે
હે  પાતળી કમર હરણી જેવી ચાલ રે
કે મેના રાણી મનમાં વસી રે
કે મેના રાણી મારા મેના રાણી
કે મેના રાણી મનમાં વસી રે  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »