Kora Kagad Par Lakhi Rakhje Lyrics in Gujarati

Kora Kagad Par Lakhi Rakhje - Kajal Dodiya
Singer : Kajal Dodiya
Music : Ravi - Rahul
Lyrics : Devraj Adroj , Bharat Ravat
Label : Ekta Sound
 
Kora Kagad Par Lakhi Rakhje Lyrics in Gujarati
 
કોરા કાગળ પર લખી રાખજે
છાતી ઠોકી ને તને કવસુ રે
મારા બોલેલા બોલ યાદ રાખજે
ગેરંટી હારે તને કવસુ રે
તેતો સમજી નતી મત મારી
તને જરૂર પડશે એકદી મારી
જયારે કોઈ દેખાડશે
જયારે કોઈ દેખાડશે
ઓકાત તને તારી
કોરા કાગળ પર લખી રાખજે
છાતી ઠોકી ને તને કવસુ રે
મારા બોલેલા બોલ યાદ રાખજે
ગેરંટી હારે તને કવસુ રે

મેતો સુખ ચેન ખોયું તારાજ માટે રે
ભોરવાઈ ગઈ જાન તારી મીઠી વાતે રે
મેતો માનતાઓ માની તી તારા હારા માટે રે
કર્યાતા ઉજાગરા મેં દિવસ અને રાતે રે
થોડો ભગવાન નો ડર તું રાખજે
કુદરત દગા નું પરિણામ આપશે
એ દારો ફરેબી
એ દારો ફરેબી
મારી યાદ તને આવશે
કોરા કાગળ પર લખી રાખજે
છાતી ઠોકી ને તને કવસુ રે
મારા બોલેલા બોલ યાદ રાખજે
ગેરંટી હારે તને કવસુ રે

તારી હાલત એક દારો એવી થઇ જાશે રે
સુખ ની ઘડી ના સાથી દૂર થઇ જાશે રે
તારા જેવી બેવફાઈ આ કાજલ નહિ કરશે રે
તારી તકલીફે તારી જોડે ઉભી રહેશે રે
વાગશે વફા ના આંખ ખુલશે
ત્યારે શરમ થી આંખ તારી ઝુકશે
પછતાવો ખુબ થાશે
પછતાવો ખુબ થાશે
પછતાવો ખુબ થાશે

અલવિદા હું કરું તારા રે જીવન થી
તારી યાદો ને લઇ
વિધાતાના લેખ ની મારી આ કહાની
અધૂરીજ રહી ગઈ
અધૂરીજ રહી ગઈ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »