Eke Lal Darwaje Lyrics in Gujarati

Eke Lal Darwaje - Jignesh Barot , Jalapa Dave
Singers :- Jignesh Barot & Jalapa Dave
Lyrics :- Manu Rabari
Music :- Mayur Nadiya
Label :- G Pop Music & Movies
 
Eke Lal Darwaje Lyrics in Gujarati
 
એ ઓઢ્યું છે ઓઢણું ને રંગ એનો આછો
હે જાવા દે છોગાળા રે ને તું પાછો
એ ઓઢ્યું છે ઓઢણું ને રંગ એનો આછો
જાવા દે છોગાળા રે ને તું પાછો
લાગ્યો રે રંગ તારે રે સંગ
હો અંગે રે અંગ મારા હૈયે ઉમંગ
એ આવી આ નોરતાની રાત
એકે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ
એકે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ

હો કેડે કંદોરો, ડોકમાં દોરો
પગમાં રે પાયલ કરી દે ઘાયલ
હો તારી લાલ લાલ પાઘડી પાઘડીનું ફુમતું
મોહી લેતું મન, મોહી લેતું મન
હો મનડાની વાત કરી લો આજ
હો અમારે સાથ રમી લો રાસ
એ આવી આ નોરતાની રાત
એકે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ
એકે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ

હો સૈયરની સાથમાં, મેંદી ભર્યા હાથમાં
રંગમાં રમતી જાય, પવન હિલોળા ખાય
અરે નટખટ નાહોલીયાં, મનના મોરલિયા
ચાંદો ચઢ્યો આકાશ રમીયે હાલો રાસ
હો ચટકંતી ચાલ તાળીયોને તાલ
એ હાલોને રાસ રમીયે સંગાથ
એ આવી આ નોરતાની રાત
એકે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ
એકે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ
એકે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »